મોરબી-માળીયા હાઈવે પર કારનું ટાયર ફાટતા સર્જાયો ત્રિપલ અકસ્માત, 5નાં મોત, 7 ઈજાગ્રસ્ત
ગુજરાતમાં અકસ્માતોની
ઘટના દિવસે દિવસે વધી રહી છે. આજે ફરી એક ભંયકર અકસ્માત સર્જાતા 5 લોકોના અરેરાટી
ભર્યા મોત નિપજ્યા છે. માળિયાના અમરનગર
અને લક્ષ્મીનગર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક ગાડીનું ટાયર
ફાટતા બીજી ગાડી સાથે અથડાઇ અને ત્યારબાદ ટેમ્પો સાથે
અથડાઈ હતી. જેમાં મોરબીના લોહાણા પરિવારના ચાર સભ્યો સહિત કુલ પાંચ લોકોના મોત થયા
છે. જ્યારે 7 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ અકસ્માતમાં રાજ્ય સરકારે મૃતકોને ચાર
લાખની સહાય અને ઇજાગ્રસ્તોને રૂ. 50 હજારની સહાય જાહેર કરી છે.
મોરબી-માળીયા
હાઇવે ઉપર અમરનગર અને લક્ષ્મીનગર વચ્ચે આવેલી હોટલ પાસે કારનું ટાયર ફાટતા ત્રિપલ
અકસ્માત સર્જાયો હતો. જેમાં સામખીયારી નજીક કટારીયા ગામે માતાજીના દર્શન કરી પરત
ફરી રહેલા મોરબીના વકીલ પીયૂષ રવેશિયાના માતા-પિતા અને તલાટી બહેનનું મોત નીપજ્યું
હતું. મૃતકોમાં મહેન્દ્ર પ્રાગજીભાઈ રવેશિયા,
સુધાબેન મહેન્દ્રભાઈ રવેશિયા, મહેન્દ્રભાઈના પુત્રી
જિજ્ઞાબેન જિગરભાઈ જોબનપુત્રા અને જિજ્ઞાબેનના પાંચ વર્ષના બાળકનું તેમજ માધાપર
કચ્છના ભુડિયા જાદવજીભાઈ રવજીભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.


