રિષભ પંતની કારનું આ રીતે થયું Accident, CCTV ફૂટેજ આવ્યા સામે
ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત હાલમાં હોસ્પિટલમાં દાખલ છે. શુક્રવારે સવારે દિલ્હી-દહેરાદૂન હાઈવે પર તેની કાર ભયાનક અકસ્માતનો ભોગ બની હતી. ઘટના દરમિયાન તે કારમાં જ હતો. મળી રહેલી માહિતી અનુસાર, કારમાં તેના સિવાય કોઇ અન્ય નહોતું. ભયાનક અકસ્માતમાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. જે પછી તેને તુરંત જ દિલ્હી રોડ પર આવેલી સક્ષમ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો. હવે આ ઘટનાના ઘણા વà
Advertisement
ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત હાલમાં હોસ્પિટલમાં દાખલ છે. શુક્રવારે સવારે દિલ્હી-દહેરાદૂન હાઈવે પર તેની કાર ભયાનક અકસ્માતનો ભોગ બની હતી. ઘટના દરમિયાન તે કારમાં જ હતો. મળી રહેલી માહિતી અનુસાર, કારમાં તેના સિવાય કોઇ અન્ય નહોતું. ભયાનક અકસ્માતમાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. જે પછી તેને તુરંત જ દિલ્હી રોડ પર આવેલી સક્ષમ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો. હવે આ ઘટનાના ઘણા વીડિયો સામે આવી રહ્યા છે.
CCTV ફૂટેજ આવ્યા સામે
એવું કહેવામાં આવી રહ્યું છે કે, પંત નવા વર્ષના અવસર પર તેની માતાને સરપ્રાઈઝ આપવા માટે રૂડકીમાં તેના ઘરે જઇ રહ્યો હતો. આ દુર્ઘટના 30 ડિસેમ્બરની સવારે લગભગ 5.30 વાગ્યાની આસપાસની કહેવાય છે. હવે આ અકસ્માતને લગતા ઘણા વીડિયો સામે આવી રહ્યા છે જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યા છે. અકસ્માત કેટલો ભયાનક છે તે સામે આવેલા CCTV ફૂટેજથી સ્પષ્ટપણે સમજી શકાય છે. વળી હાલમાં પંત હોસ્પિટલમાં દાખલ છે ત્યારે તેની કારમાંથી હજુ પણ ધુમાડા નીકળી રહ્યા છે. કારનો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં તે સંપૂર્ણપણે બળી ગયેલી જોવા મળી રહી છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે અકસ્માત કેટલો ભયાનક હતો. આના પરથી એ પણ સ્પષ્ટ થાય છે કે પંતે કૂદીને પોતાનો જીવ બચાવ્યો નહોત તો તેની હાલત વધુ ખરાબ બની હોત.
અન્ય એક વીડિયોમાં પંત જમીન પર પડેલો જોવા મળ્યો
પંતની કાર કેવી રીતે આગના ગોળામાં પરિવર્તિત થાય છે તે સામે આવેલા વીડિયો દ્વારા જોઇ શકાય છે. કારમાં આગ લાગતો અન્ય એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે કાર આગના ગોળાની જેમ સળગી રહી છે અને પંત નીચે પડેલો છે. આ દરમિયાન ત્યા હાજર લોકોએ કારનો વીડિયો ઉતાર્યો હતો.
Advertisement
ડોક્ટરનું શું કહેવું છે?
Advertisement
આ ભયાનક અકસ્માત બાદ પંતને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર ચાલુ છે. સક્ષમ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ મળેલી માહિતી અનુસાર, પંતને ડાબી આંખ પાસે ઈજા થઇ છે અને તેના ઘૂંટણનું લિગામેન્ટ ફાટી ગયું છે. અહીં પ્રાથમિક સારવાર બાદ તેને દેહરાદૂન મેક્સમાં ખસેડવામાં આવ્યો છે. બીજી તરફ દેહરાદૂન મેક્સના ડો. આશિષ યાજ્ઞિકે જણાવ્યું કે, પંતને ઓર્થોપેડિક વિભાગ અને પ્લાસ્ટિક સર્જનની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. તેમની હાલત સ્થિર છે. એકવાર સંપૂર્ણ ચેકઅપ કરાવ્યા બાદ તેનું મેડિકલ બુલેટિન જારી કરવામાં આવશે. ત્યાર બાદ જ અમે આગળ કોઈ પગલું લઈશું.
ફાયર બ્રિગેડની મદદથી આગને કાબૂમાં લેવામાં આવી
હરિદ્વાર દેહાતના એસપી સ્વપ્ન કિશોર સિંહ ઘટનાસ્થળે પહોંચ્યા છે. માહિતી આપતા તેમણે કહ્યું કે, ક્રિકેટર રિષભ પંતની કારને સવારે 5ઃ30-06ની વચ્ચે અકસ્માત થયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, રિષભની કાર રેલિંગ સાથે અથડાઈ હતી, ત્યારબાદ કારમાં આગ લાગી ગઈ હતી. ભારે જહેમતથી ફાયર બ્રિગેડની મદદથી આગને કાબૂમાં લેવામાં આવી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


