રાહુલ ગાંધીના મતે PM મોદીના કેટલાક સત્ય- ચીનથી ડરવું, જનતાથી સત્ય છુપાવવું...
કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ટ્વિટર પર સૌથી વધુ એક્ટિવ જોવા મળે છે. તે સરકારનો વિરોધ કરવાની એકપણ તક ક્યારે છોડતા નથી. આજે તેમણે એક ટ્વીટ કરી વડાપ્રધાન મોદી પર કટાક્ષ કર્યો છે. રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં લખ્યું, વડાપ્રધાનના કેટલાક સત્યો: 1. ચીનથી ડરવું2. જનતાથી સત્ય છુપાવવું3. માત્ર પોતાની છબી સાચવવી4. સેનાનું મનોબળ ઘટાડવું5. દેશની સુરક્ષા સાથે રમે છેચીનની વધતી ઘૂસà
Advertisement
કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ટ્વિટર પર સૌથી વધુ એક્ટિવ જોવા મળે છે. તે સરકારનો વિરોધ કરવાની એકપણ તક ક્યારે છોડતા નથી. આજે તેમણે એક ટ્વીટ કરી વડાપ્રધાન મોદી પર કટાક્ષ કર્યો છે.
રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં લખ્યું, વડાપ્રધાનના કેટલાક સત્યો:
1. ચીનથી ડરવું
2. જનતાથી સત્ય છુપાવવું
3. માત્ર પોતાની છબી સાચવવી
4. સેનાનું મનોબળ ઘટાડવું
5. દેશની સુરક્ષા સાથે રમે છે
ચીનની વધતી ઘૂસણખોરી અને વડાપ્રધાનનું મૌન દેશ માટે ઘણું નુકસાનકારક છે.
થોડા મહિના પહેલા ચીન અને ભારત વચ્ચે બોર્ડરને લઇને ઘર્ષણ વધ્યું હતું. જે પછી કોંગ્રેસ સહિત અન્ય રાજનીતિક પક્ષ કેન્દ્ર સરકાર પર સતત સવાલો ઉઠાવી રહ્યા હતા. મહત્વનું છે કે, LAC પર ભારત અને ચીન વચ્ચેના ઘર્ષણને લઈને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટ દ્વારા સ્પષ્ટ કહ્યું છે કે, ચીનની વધતી ઘૂસણખોરી અને વડાપ્રધાનનું મૌન દેશ માટે ઘણું નુકસાનકારક છે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ઘણી વખત કેન્દ્ર સરકારના કાર્યો પર સવાલો ઉઠાવતા રહે છે. ખાસ કરીને તેઓ ટ્વીટ મારફતે ઘણું બધુ કહી જાય છે અને ખાસ કરીને જનતાને જાગૃત કરવાનો પ્રયત્ન પણ કરતા હોય છે. તેમણે આજે ચીન સાથેના આપણા બોર્ડર વિવાદ અને વડાપ્રધાન મોદીના મૌનને લઇને ટ્વીટ કર્યું છે. આ પહેલા તેમણે ગઇ કાલે (રવિવાર) એક ટ્વીટ કરી વડાપ્રધાન મોદી પર કટાક્ષ કરતા લખ્યું કે, 'મોદી-મિત્ર' સરકાર ચરમસીમાએ! જંગલની જમીનને 'છીનવી લેવાનું' સરળ બનાવવા માટે, ભાજપ સરકારે યુપીએના વન અધિકાર અધિનિયમ, 2006ને હળવો કરીને નવા FC નિયમો, 2022 લાવ્યા છે. જળ, જંગલ અને જમીનના રક્ષણની લડાઈમાં કોંગ્રેસ આપણા આદિવાસી ભાઈ-બહેનોની સાથે મજબૂતાઈથી ઊભી છે.
Advertisement


