અમદાવાદમાં એમડી ડ્રગ્સ સાથે આરોપીને ઝડપી લેવાયો, 32 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત
અમદાવાદ શહેરમાં એમડી ડ્રગ્સ પકડાવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. એસઓજી ક્રાઇમ બ્રાન્ચે શહેરના સારંગપુર વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ વેચનાર પેડલરને ઝડપી પાડ્યો છે. SOG ક્રાઇમે ઝડપેલા શખ્સનું નામ છે અબ્દુલ વાઝીદ શેખ. SOG ક્રાઈમ બ્રાન્ચે એમડી ડ્રગ્સ વેચવાના ગુનામાં આરોપીને ઝડપી પાડયો. ગુનાની વિગતવાર વાત કરીએ તો SOG ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે સારંગપુર પાણીની ટાંકી પાસે આરોàª
Advertisement
અમદાવાદ શહેરમાં એમડી ડ્રગ્સ પકડાવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. એસઓજી ક્રાઇમ બ્રાન્ચે શહેરના સારંગપુર વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ વેચનાર પેડલરને ઝડપી પાડ્યો છે. SOG ક્રાઇમે ઝડપેલા શખ્સનું નામ છે અબ્દુલ વાઝીદ શેખ. SOG ક્રાઈમ બ્રાન્ચે એમડી ડ્રગ્સ વેચવાના ગુનામાં આરોપીને ઝડપી પાડયો. ગુનાની વિગતવાર વાત કરીએ તો SOG ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે સારંગપુર પાણીની ટાંકી પાસે આરોપી અબ્દુલ વાઝીદ એમ ડી ડ્રગ્સ વેચવા માટે આવી રહ્યો છે..જેના આધારે SOG ક્રાઈમે વોચ ગોઠવીને આરોપીને ઝડપી પાડી તપાસ કરતા ૩૨ ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું.
ડ્રગ્સની હેરાફેરીના કારણે આરોપી વાઝીદ ડ્રગ્સ એડિકટ થયો
આરોપીના ગુનાહિત ઇતિહાસની જો વાત કરીએ તો આરોપી બાળપણથી જ ડ્રગ્સ સાથે જોડાયેલો છે, કારણ કે આરોપીનો પિતા અબ્દુલ વાહિદ મોટો ડ્રગ્સ પેડલર હતો.પિતાની ડ્રગ્સની હેરાફેરીના કારણે આરોપી વાઝીદ ડ્રગ્સ એડિકટ થયો હતો અને તેના પિતાની સાથે ડ્રગ્સનો ધંધો શરૂ કર્યો. આરોપી અગાઉ વાહન ચોરી ના ગુનામાં પકડાયેલો હતો.અને છેલ્લા ઘણા વર્ષો થી ડ્રગ્સના વ્યસન ની સાથે સાથે ડ્રગ્સ પેડલર તરીકે નું કામ કરતો હતો..
શાહેઆલમના ડ્રગ્સ પેડલર પાસેથી લાવતો હતો ડ્રગ્સ
SOG ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડી વધુ તપાસ કરતા તે શાહેઆલમમાં રહેતા રાશિદ નામના ડ્રગ્સ પેડલર પાસે થી ડ્રગ્સ લાવતો હોવાનું સામે આવ્યું છે..SOG ક્રાઈમ બ્રાન્ચે વોન્ટેડ પેડલર રાશિદને પકડવા માટે જુદી જુદી ટીમો બનાવી શોધખોળ શરૂ કરી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


