Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અંકલેશ્વરની સગીરાને પ.બંગાળનો યુવક ભગાડી ગયો, ફ્રી ફાયર ગેમથી થયો હતો સંપર્ક, જાણો સમગ્ર મામલો

અંકલેશ્વર પંથકની સગીરાને મોબાઈલ ગેમ ફ્રી ફાયરથી સંપર્કમાં આવેલ યુવાન લગ્નની લાલચ આપી ભગાડી જનાર વિધર્મી આરોપીને રનિંગ ટ્રેનમાંથી પશ્ચિમ બંગાળના ખડકપુર ખાતેથી RPF પોલીસની મદદથી ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો હતો.16મી સપ્ટેમ્બરે ભગાડી ગયોઅંકલેશ્વર શહેર પી.આઈ. આર.એચ.વાળા તથા એલ.સી.બી. પી.આઈ. ઉત્સવ બારોટ દ્વારા ગુમસુદા બાળકોને શોધી કાઢવા ટીમની રચના કરાઈ છે. અંકલેશ્વર શહેર ગડખોલ વિસà«
અંકલેશ્વરની સગીરાને પ બંગાળનો યુવક ભગાડી ગયો  ફ્રી ફાયર ગેમથી થયો હતો સંપર્ક  જાણો સમગ્ર મામલો
Advertisement
અંકલેશ્વર પંથકની સગીરાને મોબાઈલ ગેમ ફ્રી ફાયરથી સંપર્કમાં આવેલ યુવાન લગ્નની લાલચ આપી ભગાડી જનાર વિધર્મી આરોપીને રનિંગ ટ્રેનમાંથી પશ્ચિમ બંગાળના ખડકપુર ખાતેથી RPF પોલીસની મદદથી ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો હતો.
16મી સપ્ટેમ્બરે ભગાડી ગયો
અંકલેશ્વર શહેર પી.આઈ. આર.એચ.વાળા તથા એલ.સી.બી. પી.આઈ. ઉત્સવ બારોટ દ્વારા ગુમસુદા બાળકોને શોધી કાઢવા ટીમની રચના કરાઈ છે. અંકલેશ્વર શહેર ગડખોલ વિસ્તારમાં નારાયણનગર ખાતેથી ગત 16 સપ્ટેમ્બરે સગીરવયની બાળાને લગ્નની લાલચ આપી કોઈ યુવાન ભગાડી ગયો હતો.
ટેક્નિકલ સર્વેલન્સથી ઝડપાયો
ટીમ દ્રારા હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ સર્વલન્સથી તથા સાહેદોની પુછપરછથી માહિતી મેળવી આરોપી આ સગીર બાળાને હાવડા સુપરફાસ્ટ ટ્રેન મારફતે વેસ્ટ બંગાલ લઇ જઇ રહ્યા હોવાનું માલુમ પડ્યું હતું.જની જાણ RPF પોલીસને કરેલ અને ભોગ બનનારના ફોટા શેર કરેલ જેથી RPF પોલીસ દ્રારા ખડકપુર ખાતેથી હાવડા સુપરફાસ્ટ ટ્રેનમાંથી ભોગબનનાર સગીર બાળા તથા આરોપીને રનીંગ ટ્રેનમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો.
ફ્રી ફાયર ગેમથી સંપર્ક થયો હતો
અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે આરોપી અસદુલ ગાજી અને સગીર બાળાને લઈ આવી સગીરાને તેના વાલીને સોપાઈ હતી.તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કર સગીરા અને યુવાન મોબાઈલ ગેમ ફ્રી ફાયર થકી એકમેકના સંપર્કમાં આવ્યા હતા અને ત્યાર બાદ યુવાને લાલચ આપી સગીરાને ભગાડી જવાનો પ્લાન બનાવ્યો હતો.
Tags :
Advertisement

.

×