આ માસ્ક છે કે દાઢી ? રાજ્યસભામાં વેકૈંયા નાયડુ સાંસદને જોતા જ હેરાન રહી ગયા
કેટલીકવાર ગંભીર ચર્ચાઓ વચ્ચે
સંસદમાં હાસ્ય અને જોક્સની ક્ષણો પણ જોવા મળે છે. ગયા અઠવાડિયે રાજ્યસભામાં પણ
આવું જ કંઈક જોવા મળ્યું હતું. મલયાલમ એક્ટર અને કેરળના બીજેપી સાંસદ સુરેશ ગોપી
નવા લુકમાં જોવા મળ્યા, જેને
જોઈને રાજ્યસભાના ચેરમેન વેંકૈયા નાયડુ પણ હેરાન થઈ ગયા. સુરેશ ગોપી બોલે તે પહેલા
જ રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુએ અટકાવીને પૂછ્યું કે શું માસ્ક છે કે દાઢી? આ પૂછતાં જ
રાજ્યસભાના તમામ સાંસદો હસી પડ્યા. ઉપરાષ્ટ્રપતિના પ્રશ્નના જવાબમાં સુરેશ ગોપીએ
કહ્યું કે આગામી ફિલ્મ માટે આ તેમનો નવો લુક છે. આ પછી ઉપરાષ્ટ્રપતિ સંતુષ્ટ
દેખાયા અને સાંસદ સુરેશ ગોપીએ ગૃહમાં પોતાની વાત રાખી. જુઓ આ મજેદાર વીડિયો..
HAHAHA! Our VP @MVenkaiahNaidu Garu and his wicked sense of humour! Never a dull moment with him around! Suresh Gopi this time!
Yappa! 😂 #CannotAbleTo #EpicLol pic.twitter.com/WfhZ6NIsYb
— मङ्गलम् (@veejaysai) March 25, 2022" title="" target="">javascript:nicTemp();
તમે પીએમ
મોદીથી લઈને લાલુ પ્રસાદ યાદવ સુધી અનેક દિગ્ગજ નેતાઓના વીડિયો પણ જોયા જ હશે.
જેને સંસદમાં પણ થોડા સમય માટે લોકોને હંસવા પર મજબૂર કરી દે છે. ત્યારે હાલમાં જ
સાંસદ સુરેશ ગોપીનો પણ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો આ
વીડિયોને ખુબ જ શેર કરી રહ્યા છે અને મનોરંજન લઈ રહ્યા છે.


