હિન્ડનબર્ગના આરોપોમાંથી Adani Group ને ક્લીનચીટ! SEBI ની તપાસમાં કોઈ નિયમભંગ જણાયો નહીં
- અદાણી જૂથ અંગે આજના સૌથી મોટા સમાચાર
- હિન્ડનબર્ગે લગાવેલા આરોપોમાંથી અદાણીને ક્લીનચીટ
- માર્કેટ રેગ્યુલેટર સેબીએ આરોપોમાંથી આપી ક્લીનચીટ
- સેબીને તપાસમાં કોઈપણ નિયમ ભંગ જણાયો નહીં
- ફંડના લેવડદેવડ સહિત શંકાસ્પદ બાબતોમાંથી ક્લીનચીટ
- અદાણી જૂથે ત્રણ કંપની મારફતે લેવડદેવડ છૂપાવ્યાનો હતો આરોપ
- આખા મામલામાં ન કોઈ ઠગાઈ ન કોઈ અન્યાયભર્યો વ્યવહારઃ સેબી
- સેબીએ ખુલાસા સાથે આપી તપાસ પૂર્ણ થયાની જાણકારી
- હવે અદાણી સામે આ મામલે કોઈ તપાસ ચાલુ નથીઃ સેબી
ભારતના બજાર નિયમનકાર સેબી (SEBI) દ્વારા ગૌતમ અદાણી ગ્રુપ (Gautam Adani Group) ને એક મોટી રાહત મળી છે. અમેરિકન શોર્ટ-સેલર હિન્ડનબર્ગ રિસર્ચ દ્વારા અદાણી ગ્રુપ (Adani Group) પર લગાવવામાં આવેલા ગંભીર આરોપો, જેમાં મુખ્યત્વે સ્ટોક મેનીપ્યુલેશન અને ફંડની શંકાસ્પદ લેવડદેવડનો સમાવેશ થતો હતો, તેની SEBI એ વિસ્તૃત તપાસ કરી.
24 જાન્યુઆરી, 2023ના રોજ હિન્ડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના શેરોમાં મોટો કડાકો જોવા મળ્યો હતો, અને રોકાણકારોમાં અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું હતું. જોકે, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ SEBI એ હાથ ધરેલી તપાસમાં, અદાણી ગ્રુપ (Adani Group) સામેના આરોપો સાબિત થઈ શક્યા નથી. SEBI એ પોતાના ચુકાદામાં જણાવ્યું છે કે તેમને તપાસમાં કોઈ નિયમભંગ કે બજાર મેનીપ્યુલેશનના પુરાવા મળ્યા નથી.
આ નિર્ણય અદાણી ગ્રુપ માટે એક મોટી જીત છે, જે તેના પર ફરીથી રોકાણકારોનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવામાં મદદરૂપ થશે. આ ક્લીનચીટથી અદાણી પોર્ટ્સ, અદાણી પાવર અને અન્ય સંલગ્ન કંપનીઓ તેમજ ગૌતમ અદાણી અને રાજેશ અદાણી જેવા વ્યક્તિઓને પણ રાહત મળી છે, જેમના પર સીધા આરોપો મુકવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : હિન્ડનબર્ગના તમામ આરોપો ખોટા..! SEBI એ Adani Group ને આપી ક્લીનચીટ


