Advanced DNA Testing : શું તમે જાણો છો કેવી રીતે થાય છે DNA ટેસ્ટ
મૃતકોની ઓળખ માટે ફોરેન્સિક DNA લેબમાં અદ્યતન પરીક્ષણ પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં આઈસોલેશન લેબમાં મૃતકના હાડકા, દાંત અથવા પેશીય પદાર્થનું પ્રાથમિક પરીક્ષણ થાય છે અને કેમિકલ ટ્રીટમેન્ટ દ્વારા DNA અલગ કરવામાં આવે છે.
Advertisement
Advanced DNA Testing : મૃતકોની ઓળખ માટે ફોરેન્સિક DNA લેબમાં અદ્યતન પરીક્ષણ પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં આઈસોલેશન લેબમાં મૃતકના હાડકા, દાંત અથવા પેશીય પદાર્થનું પ્રાથમિક પરીક્ષણ થાય છે અને કેમિકલ ટ્રીટમેન્ટ દ્વારા DNA અલગ કરવામાં આવે છે. આ સેમ્પલ પછી ક્વોન્ટિફિકેશન લેબમાં મોકલાય છે, જ્યાં RTPCR અને લિક્વિડ હેન્ડલિંગ જેવા અદ્યતન સાધનો દ્વારા DNA ની માત્રા અને ગુણવત્તા ચકાસાય છે. ત્યારબાદ, DNA ની માત્રા વધારવા PCR લેબમાં પ્રક્રિયા થાય છે, અને અંતિમ તબક્કે સિક્વન્સિંગ લેબમાં સેમ્પલને સિક્વન્સિંગ મશીનમાં રન કરીને DNA પ્રોફાઈલ તૈયાર કરવામાં આવે છે. FSLના સિનિયર સાયન્ટિસ્ટ દ્વારા આ જટિલ પ્રક્રિયા પૂર્ણ કરીને ચોક્કસ ઓળખ સુનિશ્ચિત કરવામાં આવે છે.
Advertisement


