11 વર્ષ બાદ દિલ્હીને મળ્યા મહિલા મુખ્યમંત્રી, કેજરીવાલના નિવાસસ્થાને લેવાયો નિર્ણય
આજે આમ આદમી પાર્ટીની બેઠકમાં અરવિંદ કેજરીવાલની જગ્યાએ આતિશી માર્લેનાને દિલ્હીના મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. દિલ્હીને 11 વર્ષ બાદ કોઇ મહિલા મુખ્યમંત્રી મળવા જઇ રહ્યા છે. 17 સપ્ટેમ્બરે ધારાસભ્યોની બેઠકમાં અરવિંદ કેજરીવાલે આતિશી માર્લેનાના નામની જાહેરાત કરી હતી....
Advertisement
આજે આમ આદમી પાર્ટીની બેઠકમાં અરવિંદ કેજરીવાલની જગ્યાએ આતિશી માર્લેનાને દિલ્હીના મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. દિલ્હીને 11 વર્ષ બાદ કોઇ મહિલા મુખ્યમંત્રી મળવા જઇ રહ્યા છે. 17 સપ્ટેમ્બરે ધારાસભ્યોની બેઠકમાં અરવિંદ કેજરીવાલે આતિશી માર્લેનાના નામની જાહેરાત કરી હતી. આ પહેલા ધારાસભ્યોએ કેજરીવાલને મુખ્યમંત્રીનું નામ પસંદ કરવાનો અધિકાર આપ્યો હતો અને આ માટે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. પાર્ટીએ 26 સપ્ટેમ્બરથી દિલ્હી વિધાનસભાનું સત્ર બોલાવ્યું છે. પાર્ટીના વરિષ્ઠ નેતા ગોપાલ રાયે કહ્યું કે, આતિશી આગામી વિધાનસભા ચૂંટણી સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહેશે.
આ પણ વાંચો: Delhi New Chief Minister : કોણ છે આતિશી માર્લેના? 11 વર્ષ બાદ કોઇ મહિલા બનશે દિલ્હીના CM
Advertisement
Advertisement


