અમદાવાદ બાદ હવે ગાંધીનગરમાં તથ્યવાળી! નશામાં ધૂત કાર ચાલકે લોકોને કચડ્યા
Hit and Run in Gandhinagar : ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આજે સવારે એક ભયાનક અકસ્માતે સૌ કોઇને ચોંકાવી દીધા. ગાંધીનગરના રાંદેશણ પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે. ઘટનામાં કાર ચાલકે 5 થી વધુ લોકોને ઉડાવ્યા હોવાનું સામે આવ્યું છે.
રાંદેસણમાં રફ્તારનો કહેર
ફરી એકવાર રફ્તારના રાક્ષસનો આંતક સામે આવ્યો છે. તેમાં રાંદેસણના સિટી પલ્સ સિનેમા પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે. હિટ એન્ડ રનમાં 2 લોકોનું મોત થયું છે તેમજ મૃત્યુઆંક વધવાની આશંકા છે. જેમાં કાર ચાલક 80 થી વધુની સ્પીડે કાર ચલાવી રહ્યો હોવાનું સામે આવ્યું છે. તથા અકસ્માત સર્જનાર કાર ચાલક નશામાં હોવાનું પણ સ્થાનિકોનો આક્ષેપ છે. કાર ચાલકે અકસ્માતની હારમાળા સર્જી 5 લોકોને ઉડાવ્યા છે. અન્ય ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઈ જવાયા છે. મળતી માહિતી અનુસાર, અડધો કિલોમીટર સુધી કાર ચાલકે બેફામ ડ્રાઇવ કરી આતંક મચાવ્યો હતો. અકસ્માતની ઘટનાને લઈ લોકોના ટોળે-ટોળા ઉમટ્યાં હતા. દરમિયાન પોલીસ પણ જાણકારી મળતા જ ઘટનાસ્થળે પહોંચી અને કાર ચાલકની અટકાયત કરી. આ દરમિયાન લોકોની ભીડ એટલી ગુસ્સામાં હતી કે તેમણે પોલીસની હાજરીમાં જ કાર ચાલકને મેથીપાક ચખાડ્યો હતો.


