Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શેરબજારમાં શરૂઆતી ઉછાળા બાદ અંતે બંને ઈડેક્સ લાલ નિશાન પર બંધ

આજે નબળા વૈશ્વિક સંકેતોને કારણે બજારમાં ઉથલપાથલ જોવા મળી. નિફ્ટી 52 સપ્તાહની નીચી સપાટીએ પહોંચી ગયો છે. બેંક નિફ્ટી ઉપલા સ્તરોથી લગભગ 1000 પોઈન્ટ લપસી ગયો છે. ફેડ દ્વારા વ્યાજ વધાર્યા પછી સેન્ટિમેન્ટ વધુ ખરાબ થયું છે. સપ્તાહના ચોથા કારોબારી દિવસ ગુરુવારે શેરબજારે જોરદાર ઉછાળા સાથે કારોબારની શરૂઆત કરી હતી, પરંતુ આ ગતિ લાંબો સમય ટકી શકી ન હતી અને એક દિવસભરના કારોબાર બાદ આખરે બંને ઈન્à
શેરબજારમાં શરૂઆતી ઉછાળા બાદ અંતે બંને ઈડેક્સ લાલ નિશાન પર બંધ
Advertisement
આજે નબળા વૈશ્વિક સંકેતોને કારણે બજારમાં ઉથલપાથલ જોવા મળી. નિફ્ટી 52 સપ્તાહની નીચી સપાટીએ પહોંચી ગયો છે. બેંક નિફ્ટી ઉપલા સ્તરોથી લગભગ 1000 પોઈન્ટ લપસી ગયો છે. ફેડ દ્વારા વ્યાજ વધાર્યા પછી સેન્ટિમેન્ટ વધુ ખરાબ થયું છે. 
સપ્તાહના ચોથા કારોબારી દિવસ ગુરુવારે શેરબજારે જોરદાર ઉછાળા સાથે કારોબારની શરૂઆત કરી હતી, પરંતુ આ ગતિ લાંબો સમય ટકી શકી ન હતી અને એક દિવસભરના કારોબાર બાદ આખરે બંને ઈન્ડેક્સ લાલ નિશાન પર બંધ થયા હતા. 30 શેરો ધરાવતું બોમ્બે સ્ટોક એક્સચેન્જ 1046 પોઈન્ટના ઘટાડા સાથે 51,496 પર બંધ થયું હતું, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 332 પોઈન્ટ ઘટીને 15,360 પર વર્ષની નીચી સપાટીએ હતો. નિફ્ટી મેટલ ઇન્ડેક્સ 3% થી વધુ નીચે છે. રિયાલિટી અને આઈટી સેક્ટરમાં પણ 2%થી વધુનો ઘટાડો થયો છે. વળી, ઓટો, ફાર્મા અને એનર્જી શેરોમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે.
ગુરુવારે નિફ્ટી 15,344ની નીચી સપાટીએ સરકી ગયો હતો. આ ઘટાડાને કારણે રોકાણકારોને રૂ.5 લાખ કરોડથી વધુનું નુકસાન થયું છે. અગાઉ, BSE સેન્સેક્સ 506 પોઈન્ટ અથવા 0.96 ટકા વધીને 53,048 પર, જ્યારે NSE નિફ્ટી 142 પોઈન્ટ અથવા 0.91 ટકાના વધારા સાથે 15,835 પર ખુલ્યો હતો. બજાર ખુલતા સમયે લગભગ 1437 શેરમાં વધારો અને 250 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો.
Tags :
Advertisement

.

×