Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભગવાન ભોળાનાથ વિરુદ્ધ આનંદ સાગર સ્વામીની ટિપ્પણી બાદ ભારે રોષ

વડોદરા નજીક આવેલા સોખડા સ્વામિનારાયણ મંદિરથી અલગ થયેલા પ્રબોધ સ્વામી મહારાજના શિષ્ય આનંદ સાગર સ્વામીએ ભગવાન ભોળાનાથ વિરુદ્ધ વાંધાજનક રીતે કરેલી ટિપ્પણીથી ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રબોધ સ્વામીના શિષ્ય આનંદ સાગર સ્વામીએ વિવાદીત નિવેદન આપ્યા બાદ ભારે હોબાળો મચ્યો હતો. જો કે હોબાળો થતાં આનંદ સાગર સ્વામીએ માફી માગી હતી. દેવોના દેવ મહાદેવ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણીનો મામલો બહà
ભગવાન ભોળાનાથ વિરુદ્ધ આનંદ સાગર સ્વામીની ટિપ્પણી બાદ ભારે રોષ
Advertisement
વડોદરા નજીક આવેલા સોખડા સ્વામિનારાયણ મંદિરથી અલગ થયેલા પ્રબોધ સ્વામી મહારાજના શિષ્ય આનંદ સાગર સ્વામીએ ભગવાન ભોળાનાથ વિરુદ્ધ વાંધાજનક રીતે કરેલી ટિપ્પણીથી ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રબોધ સ્વામીના શિષ્ય આનંદ સાગર સ્વામીએ વિવાદીત નિવેદન આપ્યા બાદ ભારે હોબાળો મચ્યો હતો. જો કે હોબાળો થતાં આનંદ સાગર સ્વામીએ માફી માગી હતી. 
દેવોના દેવ મહાદેવ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણીનો મામલો બહાર આવ્યો છે. પ્રબોધ સ્વામીના શિષ્ય આનંદ સાગર સ્વામીએ અમેરિકામાં સત્સંગ કાર્યક્રમમાં ભગવાન શંકર વિરુદ્ધ વિવાદીત નિવેદન આપ્યું હતું. આ મામલે ઉહાપોહ મચતા અને વિવાદ સર્જાતા આનંદ સાગર સ્વામીએ મારી ભુલ થઇ છે તેમ જણાવી તમામ શિવ ભક્તોની માફી માગી હતી. તેમણે પોતાની ટિપ્પણી મામલે માફી માગી હતી.
જો કે આનંદ સાગર સ્વામીના વિવાદીત નિવેદનના પગલે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ જે.પી. જાડેજાએ આ મામલે કહ્યું કે જાહેર સ્ટેજ પર માફી નહીં માંગે તો, ટીંગાટોળી કરીશું. 
આ મુદ્દે શ્રી પંચનામ જુના અખાડા મહા મંડલેશ્વર અને શ્રી આપગીગા ઓટલાના મહન્ત નરેન્દ્ર સોલંકી મીડિયા સામે આવ્યા હતા અને જણાવ્યું કે  એમના અનુયાયીઓએ આવા સ્વામીઓને કાઢી મુકવા જોઈએ. દેવોના દેવ મહાદેવ છે અને સોખડા સંપ્રદાયને અમે કહેશુ. આ લોકો બજારમાં રહેવા માટે અનાપ શનાપ બોલે છે.
Tags :
Advertisement

.

×