બિહાર બાદ ગુજરાતમાં વોટ ચોરી મુદ્દે કોંગ્રેસનું આક્રમક વલણ
- બિહાર બાદ ગુજરાતમાં વોટ ચોરી મુદ્દે કોંગ્રેસ આક્રમક
- ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન
- દેશમાં અને રાજ્યમાં ભાજપની સરકાર છે: અમિત ચાવડા
Vote Theft : બિહારમાં મતચોરીના આરોપો બાદ હવે ગુજરાતમાં પણ કોંગ્રેસે ભાજપ પર આક્રમક મોરચો ખોલ્યો છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે રાજ્યમાં પ્રાથમિક તપાસ દરમિયાન ભૂતિયા મતદારો મળી આવ્યા છે અને આગામી દિવસોમાં વોટ ચોરોને ખુલ્લા પાડવામાં આવશે.
તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કોઇપણ વ્યક્તિના દબાણ વિના ન્યાયસંગત રીતે ચૂંટણી થવી જરૂરી છે. ચાવડાએ ઉમેર્યું કે જે લોકોના મતની ચોરી થઈ છે તેની પણ તપાસ કરાશે. તેમણે યાદ અપાવ્યું કે રાહુલ ગાંધીએ અગાઉ બિહારની વોટ ચોરીના મુદ્દે ચૂંટણી પંચ સમક્ષ પુરાવા સાથે રજૂઆત કરી હતી, પરંતુ ચૂંટણી પંચે અત્યાર સુધી સ્પષ્ટ જવાબ આપ્યો નથી અને ભાજપના નેતાઓ જાહેરમાં નિવેદનો આપી રહ્યા છે. કોંગ્રેસના આ નિવેદનોથી સ્પષ્ટ થાય છે કે રાજ્યમાં વોટ ચોરીનો મુદ્દો આવનારા દિવસોમાં વધુ ગરમાવો લાવી શકે છે.
આ પણ વાંચો : વિપક્ષના સાંસદોએ Minta Devi નામની T-shirt પહેરીને નોંધાવ્યો વિરોધ!


