Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

UPમાં ‘બુલડોઝર બાબા’ બાદ MPમાં‘બુલડોઝર મામા’, ભોપાલમાં લાગેલું પોસ્ટર ચર્ચામાં

ઉત્તર પ્રદેશમાં વિધાનસભાા ચૂંટણી દરમિયાન એક શબ્દ જે સૌથ વધરે ચર્ચામાં રહ્યો તે હતો બુલડોઝર. ભાજપના ચૂંટણી પ્રચારમાં, રેલીઓમાં, સભાઓમાં, નેતાઓના ભાષણમાં વગેરે તમામ જગ્યા પર બુલડોઝર શબ્દ સાંભળવા મળ્યો હતો. માત્ર શબ્દ જ નહીં પરંતું મોટી સંખ્યામાં બુલડોઝર પણ જોવા મળ્યા. આ ચૂંટણી દરમિયાન જ ઉત્તર પ્રદેશના મુખ્યમંચ્રી યોગી આદિત્યનાથને ‘બુલડોઝર બાબા’ એવું નામ પણ મળ્યું છે. ઉત્તર પ્રà
upમાં  lsquo બુલડોઝર બાબા rsquo  બાદ mpમાં lsquo બુલડોઝર મામા rsquo   ભોપાલમાં લાગેલું પોસ્ટર ચર્ચામાં
Advertisement
ઉત્તર પ્રદેશમાં વિધાનસભાા ચૂંટણી દરમિયાન એક શબ્દ જે સૌથ વધરે ચર્ચામાં રહ્યો તે હતો બુલડોઝર. ભાજપના ચૂંટણી પ્રચારમાં, રેલીઓમાં, સભાઓમાં, નેતાઓના ભાષણમાં વગેરે તમામ જગ્યા પર બુલડોઝર શબ્દ સાંભળવા મળ્યો હતો. માત્ર શબ્દ જ નહીં પરંતું મોટી સંખ્યામાં બુલડોઝર પણ જોવા મળ્યા. આ ચૂંટણી દરમિયાન જ ઉત્તર પ્રદેશના મુખ્યમંચ્રી યોગી આદિત્યનાથને ‘બુલડોઝર બાબા’ એવું નામ પણ મળ્યું છે. ઉત્તર પ્રદેશમાં અપરાધીઓની સંપતિો પર જે રીતે બુલડોઝર ફરી રહ્યું છે, તેને ધ્યાને રાખીને યોગીને આ નામ આપવામાં આવ્યું છે. ત્યારે હવે ‘બુલડોઝર બાબા’ બાદ ‘બુલડોઝર મામા’ આવ્યા છે.
શિવરાજ સિંહ ચૌહાણનું નવું નામ
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ જાણે કે યોગી આદિત્યનાથના પગલે પગલે ચાલતી હોય તેવું લાગી રહ્યું છે. દુષ્કર્મની ઘટનાઓના આરોપીઓની સંપતિ પર બુલડોઝર ચલાવવાના કારણે હવે શિવરાજ સિંહ ચૌહાણની છબી દીકરીઓના મામા તરીકે જોડવાના પ્રયાસો થઈ રહ્યા છે. છેલ્લા બે દિવસની અંદર મધ્ય પ્રદેશના શ્યોપુર અને રાયસેન વિસ્તારમાં થયેલી રેપ અને ગેંગરેપની ઘટનાના આરોપીઓની સંપતિઓ પર બુલડોઝર ફરી વળ્યું છે. જેના કારણે શિવરાજ સિંહની ચોતરફ ચર્ચા થઇ રહી છે. તેવામાં હવે  યોગી આદિત્યનાથની જેમ તેમને પણ નવું નામ આપવામાં આવ્યું છે. 

ભાજપના ધારાસભ્યએ પોસ્ટર લગાવ્યું
મધ્ય પ્રદેશ ભાજપના ધારાસભ્ય રામેશ્વર શર્માએ મોટા પોસ્ટરો લગાવ્યા છે. જેમાં તેમણે શિવરાજ સિંહ ચૌહાણને ‘બુલડોઝર મામા’ ગણાવ્યા છે. એટલે કે તેમણે હવે ‘બુલડોઝર મામા’નામ પર સાર્વજનિક રીતે મહોર લગાવી છે. રામેશ્વર શર્માએ ભોપાલમાં તેમના સત્તાવાર નિવાસસ્થાનની બહાર એક મોટું હોર્ડિંગ લગાવ્યું છે, જેમાં મામાના બુલડોઝર વિશે નારા લખવામાં આવ્યા છે. તેમાં લખ્યું છે કે, બહેન-દીકરીઓની ઇજ્જત સાથે કર્યો જો ખિલવાડ, તો મામાનું બુલડોઝર પહોંચશે દ્વાર. આ અંગે રામેશ્વર શર્માએ ટ્વિટ પણ કર્યુ છે. જેમાં શિવરાજ સિંહ ચૌહાણ, રામેશ્વર શર્મા અને ‘બુલડોઝર મામા’ લખેલું પોસ્ટર દેખાઇ રહ્યું છે.
Advertisement
Tags :
Advertisement

.

×