Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દિલ્હી બાદ રાજકોટમાં 'ભારત ટેક્સી'નો પ્રારંભ, કેન્દ્રીય ગૃહ-સહકારિતા મંત્રી AmitBhai નો અનોખો અભિગમ

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના અનોખા અભિગમના ભાગરૂપે, દેશમાં કૃષિ અને ડેરી (દૂધ) ક્ષેત્ર બાદ હવે ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રમાં પણ સહકારી ક્ષેત્રનું પર્દાપણ થયું છે. દિલ્હીમાં સફળ શરૂઆત કર્યા બાદ, હવે ગુજરાતના રાજકોટ શહેરમાં પણ સહકારી ધોરણે ભારત ટેક્સી ડ્રાઈવર એપનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
Advertisement
  • કેન્દ્રીય ગૃહ-સહકારિતા મંત્રી AmitBhai નો અનોખો અભિગમ
  • દિલ્હી બાદ હવે રાજકોટમાં પણ શરૂ કરાઈ સહકારી ટેક્સી
  • દિલ્હી બાદ રાજકોટમાં પણ ભારત ટેક્સી ડ્રાઈવર એપ શરૂ
  • કૃષિ, દૂધ બાદ હવે ટ્રાન્સપોર્ટેશનમાં પણ સહકારી ક્ષેત્રનું પર્દાપણ
  • રાજકોટના કિસાનપરા ચોક ખાતે ઉભું કરવામાં આવ્યું બૂથ
  • આ ટેક્સીથી માત્ર રાજકોટ જ નહીં સૌરાષ્ટ્રભરને થશે ફાયદો
  • રાજકોટ બાદ રાજ્યના અન્ય શહેરોમાં પણ કરાશે પ્રારંભ

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ (Union Home and Cooperation Minister Amit Shah) ના અનોખા અભિગમના ભાગરૂપે, દેશમાં કૃષિ અને ડેરી (દૂધ) ક્ષેત્ર બાદ હવે ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રમાં પણ સહકારી ક્ષેત્રનું પર્દાપણ થયું છે. દિલ્હીમાં સફળ શરૂઆત કર્યા બાદ, હવે ગુજરાતના રાજકોટ શહેરમાં પણ સહકારી ધોરણે ભારત ટેક્સી ડ્રાઈવર એપનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

રાજકોટના કિસાનપરા ચોક ખાતે ઉભું કરવામાં આવ્યું બૂથ

આ પહેલથી ટેક્સી સેવાઓનું સંચાલન સહકારિતાના સિદ્ધાંતો પર થશે, જેનાથી ડ્રાઇવરો અને ગ્રાહકો બંનેને લાભ થશે. રાજકોટના કિસાનપરા ચોક ખાતે આ સહકારી ટેક્સી માટે એક વિશેષ બૂથ પણ ઊભું કરવામાં આવ્યું છે. આ યોજના માત્ર રાજકોટ શહેર પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેનો લાભ સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારના લોકોને મળશે. રાજકોટમાં આ સફળ પ્રયોગ બાદ, રાજ્યના અન્ય મહત્ત્વના શહેરોમાં પણ આ સહકારી ટેક્સી સેવા શરૂ કરવાની યોજના છે, જે ટ્રાન્સપોર્ટેશન સેક્ટરમાં એક નવી ક્રાંતિ લાવશે.

Advertisement

આ પણ વાંચો :  કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી AmitBhai Shah ગુજરાતની મુલાકાતે

Advertisement

Tags :
Advertisement

.

×