Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુલામ નબી આઝાદ બાદ હવે J&K માં કોંગ્રેસના 64 નેતાઓએ છોડી પાર્ટી

ગુલામ નબી આઝાદના કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હવે પાર્ટી માટે ખરાબ દિવસો જાણે શરૂ થઇ ગયા હોય તેવું સ્પષ્ટપણે દેખાઇ રહ્યું છે. જોકે, પાર્ટીમાં પહેલાથી જ બધુ બરાબર નહોતું જ પરંતુ હવે જાણે આગમાં ઘી નાખવાનું કામ થઇ રહ્યું હોય તેવો માહોલ સર્જાઇ રહ્યો છે. ગુલામ નબી આઝાદના સમર્થનમાં મંગળવારે જમ્મુ અને કાશ્મીરના પૂર્વ ઉપમુખ્યમંત્રી તારા ચંદ સહિત કોંગ્રેસના 64 નેતાઓએ પાર્ટીમાંથી
ગુલામ નબી આઝાદ બાદ હવે j amp k માં કોંગ્રેસના 64 નેતાઓએ છોડી પાર્ટી
Advertisement
ગુલામ નબી આઝાદના કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હવે પાર્ટી માટે ખરાબ દિવસો જાણે શરૂ થઇ ગયા હોય તેવું સ્પષ્ટપણે દેખાઇ રહ્યું છે. જોકે, પાર્ટીમાં પહેલાથી જ બધુ બરાબર નહોતું જ પરંતુ હવે જાણે આગમાં ઘી નાખવાનું કામ થઇ રહ્યું હોય તેવો માહોલ સર્જાઇ રહ્યો છે. ગુલામ નબી આઝાદના સમર્થનમાં મંગળવારે જમ્મુ અને કાશ્મીરના પૂર્વ ઉપમુખ્યમંત્રી તારા ચંદ સહિત કોંગ્રેસના 64 નેતાઓએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. નેતાઓએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને સંયુક્ત રાજીનામું મોકલ્યું છે.
દિગ્ગજોએ આપ્યું રાજીનામું
કોંગ્રેસ સાથે ગુલાબ નબી આઝાદનો 50 વર્ષ જૂનો સંબંધ હવે તૂટી ગયો છે. પાર્ટી છોડ્યા બાદ તેમના સહયોગી રહેલા ઘણા લોકોએ નિવેદનો દ્વારા તેમના પર નિશાન સાધ્યું હતું. પરંતુ તેમણે કહ્યું કે, જ્યારે કોઇની સ્વીકૃત્તિ નવી પેઢી સ્વીકારતી નથી ત્યારે તેનો સાથ છોડી દેવો જોઇએ. આ વચ્ચે જ્યારે તેમણે રાજીનામું આપ્યું, ત્યારે જમ્મુ-કાશ્મીર કોંગ્રેસના ઘણા દિગ્ગજ ભૂતપૂર્વ ધારાસભ્યો અને કાર્યકરોએ પાર્ટી છોડી દીધી છે. હવે સમાચાર આવી રહ્યા છે કે લગભગ 51 નેતાઓ એકસાથે રાજીનામું આપવાના છે. 
સંયુક્ત રાજીનામું
તારા ચંદ અને ભૂતપૂર્વ મંત્રીઓ અબ્દુલ મજીદ વાની, મનોહર લાલ શર્મા, ઘરુ રામ અને ભૂતપૂર્વ ધારાસભ્ય બલવાન સિંહ સહિત અન્ય ઘણા લોકોએ એક પત્રકાર પરિષદમાં તેમની પાર્ટીના પ્રાથમિક સભ્યપદ સહિત તેમના રાજીનામાની જાહેરાત કરી. બલવાન સિંહે કહ્યું કે, અમે ગુલામ નબી આઝાદના સમર્થનમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને સંયુક્ત રાજીનામું મોકલ્યું છે.

અન્ય પક્ષોના નેતાઓ સંપર્કમાં
આ પ્રસંગે પૂર્વ ઉપમુખ્યમંત્રી તારા ચંદનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, અમે ખુશ છીએ કે આઝાદ પોતાની પાર્ટી બનાવી રહ્યા છે. અન્યથા કોંગ્રેસ હાઈકમાન્ડે અમને એક વખત પણ મળવાનો પ્રયાસ કર્યો ન હતો. પાર્ટીમાં કોઈ અમારી ફરિયાદ સાંભળવા તૈયાર નહોતું. અન્ય પક્ષોના નેતાઓ દ્વારા પણ અમારો સંપર્ક કરવામાં આવ્યો છે અને તેઓ પણ ટૂંક સમયમાં અમારી સાથે જોડાશે.
કોણે આપ્યું રાજીનામું
તારા ચંદ (ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમ), માજીદ વાની (ભૂતપૂર્વ મંત્રી), બલવાન સિંહ (J&K કોંગ્રેસના જનરલ સેક્રેટરી), ઘારુ ચૌધરી (ભૂતપૂર્વ મંત્રી), મનોહર લાલ શર્મા (પૂર્વ મંત્રી), વિનોદ શર્મા, ગુલામ હૈદર મલિક, નરિંદર શર્મા, વિનોદ મિશ્રા, પરવિન્દર સિંહ, મસૂદ, સંતોષ મહનસ, આરાધના અન્દોત્રા, વરુણ મંગોત્રા, સંતોષ મંજોત્રા, રસપોલ ભારદ્વાજ, રેહાના અંજુમ, નીરજ ચૌધરી, તીરથ સિંહ, રાજદેવ સિંહ, સરનામ સિંહ, અશ્વિની શર્મા, અશોક ભગત, જગતાર સિંહ, બદ્રી શર્મા, મદદન લાલ શર્મા, દલજીત સિંહ, કરનૈલ સિંહ, કાલી દાસ, ગોવિંદ રામ શર્મા, કરણ સિંહ, કેવલ કૃષ્ણ, રામ લાલ ભગત, કુલભૂષણ કુમાર, દેવેન્દ્ર સિંહ બિંદુ સહિત 64 લોકોએ રાજીનામું આપ્યું છે.
Advertisement
Tags :
Advertisement

.

×