Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આ ગીત સાંભળ્યા પછી ભાઇ બહેનનો પ્રેમ વધી જશે રક્ષાબંધનની ફીલ કરાવતા આ બોલિવુડ સોંગ

શું તમે રક્ષાબંધન પર આ ગીતો સાંભળ્યા છે?ભાઈ-બહેનના સંબંધો પરનું આ બોલિવૂડ ગીતો કંઈક ખાસ છે. આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 11મી ઓગસ્ટે ઉજવવામાં આવશે. આ દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેમને શુભેચ્છા પાઠવે છે. બોલિવૂડ ફિલ્મોમાં રક્ષાબંધનના તહેવારનું વિશેષ મહત્વ છે.  આ વર્ષે રક્ષાબંધનના પર્વ પર ભાઇ બહેનના પ્રેમની વાત સાથેનું અક્ષય કુમારની આજના દિવસે  રીલિઝ થઇ રહેલà
આ ગીત સાંભળ્યા પછી ભાઇ બહેનનો પ્રેમ વધી જશે રક્ષાબંધનની ફીલ કરાવતા આ બોલિવુડ સોંગ
Advertisement
શું તમે રક્ષાબંધન પર આ ગીતો સાંભળ્યા છે?ભાઈ-બહેનના સંબંધો પરનું આ બોલિવૂડ ગીતો કંઈક ખાસ છે. આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 11મી ઓગસ્ટે ઉજવવામાં આવશે. આ દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેમને શુભેચ્છા પાઠવે છે. બોલિવૂડ ફિલ્મોમાં રક્ષાબંધનના તહેવારનું વિશેષ મહત્વ છે.  આ વર્ષે રક્ષાબંધનના પર્વ પર ભાઇ બહેનના પ્રેમની વાત સાથેનું અક્ષય કુમારની આજના દિવસે  રીલિઝ થઇ રહેલી ફિલ્મનું નામ પણ રક્ષા બંધન છે.
બોલીવુડમાં પણ રક્ષાબંધન અવસર માટે ઘણા ગીતો તૈયાર કર્યા છે. રક્ષાબંધન પર અમે આવા જ કેટલાક દિલ જીતી લેનારા ગીતો લઈને આવ્યા છીએ, જે બહેન-ભાઈના સંબંધોને વધુ મીઠા કરશે. જુઓ આ ગીતો સાંભળીને સિસ્ટા- બ્રો લવ વધશે.
ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાનાઃ ફિલ્મ 'છોટી બેહેન'નું આ ગીત સાંભળવામાં ખૂબ જ મધુર છે એટલું જ નહીં ભાઈ-બહેનના બંધનને પણ ખૂબ જ સુંદર રીતે વર્ણવે છે. નંદાએ આ ગીત બલરાજ સાહની માટે ગાયું છે. 
મેરે ભૈયા, મેરે ચંદા: ફિલ્મ 'કાજલ'નું મીના કુમારીનું આ ગીત લગભગ પાંચ દાયકાથી રાખી અને ભાઈ-બહેનના સંબંધોના તહેવારને ખાસ બનાવી રહ્યું છે.
બેહના ને ભાઈ કી કલાઇ સે પ્યાર બાંધા હૈઃ ધર્મેન્દ્રના 'રેશમ કી ડોરી'નું આ ગીત માત્ર ઈમોશનલ જ નથી પરંતુ ફિલ્મમાં તેનું ઘણું મહત્વ પણ છે. 1975 થી આ ગીત સાથે રાખીના તહેવારની સફર ચાલુ છે. 
ફૂલો કા તારોને કા સબકા કહેના હૈ: ભાઈ-બહેનના પ્રેમ અને ઝઘડા વિશે 'હરે રામા હરે ક્રિષ્ના'ના આ ગીતથી વધુ સારું બીજું કંઈ હોઈ શકે નહીં. જો તમારી બહેન આ રક્ષાબંધન પર તમારાથી નારાજ છે, તો આ ગીત ગાઈને અથવા ગુંજીને તમે તેનું દિલ જીતી શકો છો.
મેરી પ્યારી બહનિયા બનેગી દુલ્હનિયા: જ્યારે રાજેશ ખન્ના તેની કારકિર્દીના પૂરજોશમાં હતા, ત્યારે ફિલ્મ 'સચ્ચા જૂથા' આવી, અને તેને એક સંભાળ રાખનાર અને પ્રેમાળ ભાઈ તરીકે સ્થાપિત કર્યો.
Tags :
Advertisement

.

×