સુશીલા દેવી અને વિજય યાદવ બાદ હરજિન્દરે વેઈટલિફ્ટિંગમાં જીત્યો મેડલ, ચોથો દિવસ રહ્યો શાનદાર
બર્મિંગહામમાં 22મી કોમનવેલ્થ ગેમ્સનો ચોથો દિવસ ભારત માટે ખૂબ જ શાનદાર અને ઐતિહાસિક રહ્યો. જ્યારે મહિલા ટીમ આ ગેમ્સમાં પ્રથમ વખત ફાઇનલમાં પ્રવેશી ત્યારે ભારતને લૉન બૉલથી સૌપ્રથમ સારા સમાચાર મળ્યા. આ પછી જુડોમાં સુશીલા દેવી અને પછી વિજય યાદવે મેડલ જીતીને ભારત માટે મેડલની સંખ્યા વધારી. બેડમિન્ટન અને ટેબલ ટેનિસની ટીમે જોરદાર પ્રદર્શન કરીને ફાઇનલમાં જગ્યા બનાવી. અંતે, હરજિન્દરે વે
Advertisement
બર્મિંગહામમાં 22મી કોમનવેલ્થ ગેમ્સનો ચોથો દિવસ ભારત માટે ખૂબ જ શાનદાર અને ઐતિહાસિક રહ્યો. જ્યારે મહિલા ટીમ આ ગેમ્સમાં પ્રથમ વખત ફાઇનલમાં પ્રવેશી ત્યારે ભારતને લૉન બૉલથી સૌપ્રથમ સારા સમાચાર મળ્યા. આ પછી જુડોમાં સુશીલા દેવી અને પછી વિજય યાદવે મેડલ જીતીને ભારત માટે મેડલની સંખ્યા વધારી. બેડમિન્ટન અને ટેબલ ટેનિસની ટીમે જોરદાર પ્રદર્શન કરીને ફાઇનલમાં જગ્યા બનાવી. અંતે, હરજિન્દરે વેઈટલિફ્ટિંગમાં મેડલ સાથે ભારતના દિવસનો અંત કર્યો હતો.
આ સાથે જ ભારતના કોમનવેલ્થ ગેમ્સમાં મેડલની સંખ્યા 9 થઈ ગઈ છે. જેમાં 3 ગોલ્ડ મેડલ, 3 સિલ્વર મેડલ અને 3 બ્રોન્ઝ મેડલ સામેલ છે. આ સિવાય ભારતે 3 વધુ મેડલની પુષ્ટિ કરી છે, જે ફાઈનલમાં રમવાના બાકી છે, એક લૉન બોલમાં, બીજો બેડમિન્ટનમાં અને એક ટેબલ ટેનિસમાં. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય જુડો ખેલાડી સુશીલા દેવીએ જુડો ઈવેન્ટની મહિલાઓની 48 કિગ્રા વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો છે. તે ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાની માઈકેલા વેઈટબાય સામે હારી ગઈ હતી. આ રીતે તે ગોલ્ડ જીતવાનું ચૂકી ગઈ હતી. વળી ભારતીય ખેલાડી વિજય કુમાર યાદવે જૂડો 60 કિગ્રા પુરૂષોની મેચમાં સાયપ્રસના પેટ્રોસ ક્રિસ્ટોડોલિદાસને 10-0થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
મહત્વનું છે કે, મોડી રાત્રે વેઈટલિફ્ટર હરજિંદર કૌરે મહિલાઓની 71 કિગ્રા વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે સ્નેચમાં 93 કિલો અને ક્લીન એન્ડ જર્કમાં 119 કિલો વજન ઉઠાવ્યું હતું. ઇંગ્લેન્ડની સારાહ ડેવિસે ગોલ્ડ અને કેનેડાની એલેક્સિસ એસવર્થે સિલ્વર મેડલ જીત્યો હતો. કોમનવેલ્થ ગેમ્સમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી મેન્સ હોકી મેચ 4-4થી ડ્રોમાં સમાપ્ત થઈ હતી. ભારત 3-1ની લીડ સાથે હાંસલ કરવા જઈ રહ્યું હતું. પરંતુ ઈંગ્લેન્ડે જોરદાર વાપસી કરી અને બરાબરી કરી લીધી. ભારત તરફથી મનદીપ સિંહે બે અને લલિત ઉપાધ્યાય અને હરમનપ્રીત સિંહે 1-1 ગોલ કર્યા છે.
Advertisement
આ પણ વાંચો - કોમનવેલ્થ ગેમ્સમાં એક દિવસમાં ભારતને મળ્યાં બે મેડલ
Advertisement


