દિલ્હીમાં ટનલના ઉદ્ધાટન બાદ વડાપ્રધાને જાતે કચરો ઉપાડ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પ્રગતિ મેદાન સંકલિત ટ્રાન્ઝિટ કોરિડોર ટનલ અને અંડરપાસનું ઉદ્ઘાટન કર્યું. ઉદ્ઘાટન બાદ પીએમએ ટનલનું નિરીક્ષણ કરવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન એક વિચિત્ર નજારો જોવા મળ્યો. ચાલતી વખતે, પીએમએ કિનારા પર એક રેપર અને પ્લાસ્ટિકની બોટલ પડેલી જોઇ હતી. ત્યાર બાદ તેમણે પોતે આ કચરો ઉપાડ્યો અને દેશવાસીઓને સ્વચ્છ ભારતનો સંદેશ આપ્યો. આ પહેલા પણ પીએમ ઘણી વખત àª
Advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પ્રગતિ મેદાન સંકલિત ટ્રાન્ઝિટ કોરિડોર ટનલ અને અંડરપાસનું ઉદ્ઘાટન કર્યું. ઉદ્ઘાટન બાદ પીએમએ ટનલનું નિરીક્ષણ કરવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન એક વિચિત્ર નજારો જોવા મળ્યો. ચાલતી વખતે, પીએમએ કિનારા પર એક રેપર અને પ્લાસ્ટિકની બોટલ પડેલી જોઇ હતી. ત્યાર બાદ તેમણે પોતે આ કચરો ઉપાડ્યો અને દેશવાસીઓને સ્વચ્છ ભારતનો સંદેશ આપ્યો. આ પહેલા પણ પીએમ ઘણી વખત સ્વચ્છતાનો સંદેશ આપતા અને કચરો જાતે ઉપાડતા જોવા મળ્યા છે.
સ્વચ્છ ભારત અભિયાનના હિમાયતી એવા વડાપ્રધાન આસપાસના વાતાવરણને સ્વચ્છ રાખવા પર ભાર મૂકે છે અને તેનું પાલન પણ કરે છે. અગાઉ 2019 માં, પીએમ મોદી તમિલનાડુના મામલ્લાપુરમ (મહાબલીપુરમ) માં બીચ પર જોગિંગ કરતી વખતે કચરો ઉપાડતા જોવા મળ્યા હતા.
વડાપ્રધાને રવિવારે દિલ્હીની પ્રથમ 1.6 કિલોમીટર લાંબી ટનલનું ઉદ્ઘાટન કર્યું. ટનલથી પૂર્વ દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદથી ઈન્ડિયા ગેટ અને મધ્ય દિલ્હીના અન્ય વિસ્તારોમાં મુસાફરી કરતા લોકોને ITO,મથુરા રોડ અને ભૈરોન માર્ગ પર ટ્રાફિક જામમાંથી રાહત મળશે. તે સમય, ઇંધણ અને નાણાંની પણ બચત કરશે.
પીએમે કહ્યું, 'સમય એ પૈસા છે.' તેમણે કહ્યું કે જો સરકાર લોકો માટે 100 રૂપિયાની જાહેરાત કરે છે તો તે હેડલાઈન્સ બની જાય છે પરંતુ જો 200 રૂપિયા બચી જાય તો તેના વિશે બહુ બોલતા નથી. પીએમએ કહ્યું કે આ ટનલ બનાવવી સરળ ન હતી. આ કોરિડોર જે રસ્તાઓની આસપાસ બનાવવામાં આવ્યો છે તે દિલ્હીના સૌથી વ્યસ્ત રસ્તાઓમાંથી એક છે.
Advertisement


