Ahmedabad:ઈન્ડિગો ફ્લાઈટની અનિયમિતતાના કારણે યાત્રિકો ત્રસ્ત, જાણો મુસાફરોએ આક્રોશ ઠાલવતા શું કહ્યું?
અમદાવાદ એરપોર્ટ ( ahmedabad airport)પર મુસાફરોનો ભારે રોષ વ્યાપ્યો છે. ઇન્ડિગો ફ્લાઇટની અનિયમિતતાથી યાત્રીઓ ત્રસ્ત થયા છે. આ મામલે સત્તાધીશો તરફથી યોગ્ય જવાબ ન મળતાં મુસાફરોમાં આક્રોશ વ્યાપ્યો છે. વડોદરાથી ફ્લાઈટ રદ થતા મુસાફરો અમદાવાદ આવ્યા હતા ત્યારે અમદાવાદ પહોંચ્યા બાદ પણ ઇન્ડિગોની ફ્લાઇટ રદ થઈ જેથી સામાજિક પ્રસંગો તેમજ વ્યવસાયિક મીટિંગો ખોરવાઈ છે.
Advertisement
અમદાવાદ એરપોર્ટ ( ahmedabad airport)પર યાત્રિકોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. ઈન્ડિગો ફ્લાઈટની અનિયમિતતાના કારણે યાત્રિકો ત્રસ્ત થઈ ગયા છે. તેમજ પ્રવાસીઓને ઈન્ડિગો ફ્લાઈટ ઓપરેશન સત્તાધીશો તરફથી યોગ્ય જવાબ નથી મળી રહ્યો જેથી ગુજરાતના વિવિધ એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટ પ્રવાસીઓ ધક્કા ખાઈ રહ્યા છે કેટલાક પ્રવાસીઓ વડોદરાથી ફ્લાઇટ રદ થયા આજે અમદાવાદ આવ્યા જોકે અમદાવાદ આવ્યા બાદ પણ ઈન્ડિગોની ફ્લાઈટ રદ થઈ છે જેના કારણે કેટલાક પ્રવાસીઓના સામાજિક પ્રસંગો અને વ્યવસાયિક મીટીંગો ડિસ્ટર્બ થઈ છે. મુસાફરો આક્રોશ ઠાલવતા શું કહ્યું જુઓ અહેવાલમાં...
Advertisement


