Ahmedabad : Amit Shah 18 મેના રોજ પલ્લવ બ્રિજનું ઉદ્ઘાટન કરશે
અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં તૈયાર થયેલો પલ્લવ બ્રિજ 18મી મેના રોજ ખુલ્લો મુકવામાં આવશે. AEC બ્રિજના નારણપુરાથી લઈને અખબાર નગર અંડર પાસ સુધી અંદાજે બે કિલોમીટર અંતરનો આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. જેના કારણે દૈનિક એક લાખથી વધુ આ રસ્તા પરથી પસાર થતા લોકોને મોટી રાહત થશે. 18મી મેના રોજ સાંજે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ આ બ્રિજ ખુલ્લો મુકવાના છે. અંદાજિત 116 કરોડ જેટલી રકમ આ બ્રિજ તૈયાર કરવામાં લાગી છે. નારણપુરા, અખબારનગર અને વાડજમાં વસતા લોકો અને વાહન ચાલકોને રાહત મળશે. આ બ્રિજની ખાસિયત એ છે કે બ્રિજની નીચે ઓલમ્પિક રમતોત્સવની થીમના આધારે વિવિધ પ્રકારના પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવ્યા છે. જે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. બ્રિજ શરૂ થાય અને તેનો ઉદ્ઘાટન કરવામાં આવેએ પહેલાં બ્રિજ ઉપર સાફ-સફાઈ કરવામાં આવી રહી છે અને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.


