Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : બોપલ સત્યમેવ જયતે ઇન્ટરનેશનલ સ્કૂલ વિવાદમાં

Satyamev International School controversy, Ahmedabad : શિક્ષણનું ધામ ગણાતી શાળાઓમાં બાળકોના સર્વાંગી વિકાસને બદલે, હવે ડ્રેસ કોડના નામે વિવાદો ઊભા થઈ રહ્યા છે.
Advertisement

Satyamev International School controversy, Ahmedabad : શિક્ષણનું ધામ ગણાતી શાળાઓમાં બાળકોના સર્વાંગી વિકાસને બદલે, હવે ડ્રેસ કોડના નામે વિવાદો ઊભા થઈ રહ્યા છે. અમદાવાદના બોપલ વિસ્તારની જાણીતી સત્યમેવ ઇન્ટરનેશનલ સ્કૂલ (Satyamev International School) તાજેતરમાં એક અત્યંત અસામાન્ય અને સંવેદનશીલ વિવાદને કારણે ચર્ચાનું કેન્દ્ર બની છે. વાલીઓએ સ્કૂલ સંચાલકો પર વિદ્યાર્થિનીઓના પોશાક અંગે વિવાદિત અને અયોગ્ય નિયમો લાદવાનો ગંભીર આક્ષેપ કર્યો છે, જેનાથી સમગ્ર શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે.

શું છે વિવાદનું મૂળ કારણ?

વાલીઓના આક્ષેપો મુજબ, સત્યમેવ ઇન્ટરનેશનલ સ્કૂલ (Satyamev International School) દ્વારા વિદ્યાર્થિનીઓ માટે એક આદેશ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં તેમને ફરજિયાતપણે શોર્ટ સ્કર્ટ જ પહેરવા જણાવાયું છે. આનાથી પણ વધુ વિવાદાસ્પદ બાબત એ છે કે સ્કૂલે સ્પષ્ટપણે સ્કર્ટની નીચે લેગિન્સ ન પહેરવાની સૂચના આપી છે. વાલીઓ પ્રશ્ન કરી રહ્યા છે કે શાળા આવો વિવાદિત અને ગંભીર નિર્ણય કઈ રીતે કરી શકે? ડ્રેસ કોડનો હેતુ વિદ્યાર્થીઓમાં સમાનતા અને શિસ્ત જાળવવાનો હોય છે, પરંતુ વિદ્યાર્થિનીઓને લેગિન્સ જેવા પૂરક અને આરામદાયક કપડાં ન પહેરવા દેવાનો આદેશ તર્કહીન અને અસંવેદનશીલ છે. ખાસ કરીને જ્યારે નાની બાળકીઓ સ્કર્ટમાં કમ્ફર્ટેબલ ન હોય અથવા ગરમી જેવા હવામાનમાં વધારાની સુરક્ષા અને આરામની જરૂર હોય, ત્યારે સ્કૂલનો આ નિર્ણય કેટલો યોગ્ય ગણી શકાય?

Advertisement

આ પણ વાંચો :  Ahmedabad : બોપલની Satyamev International School નો વિવાદાસ્પદ આદેશ! વિદ્યાર્થિનીઓને શોર્ટ સ્કર્ટ પહેરવા સુચના આપી
Advertisement
Tags :
Advertisement

.

×