Ahmedabad : અમદાવાદના વૈજ્ઞાનિક Dr.Rajsingh ની સરાહનીય કામગીરી
અમદાવાદના વૈજ્ઞાનિક ડો. રાજસિંઘ નાગરિક તરીકેની જવાબદારી નિભાવવા બાબતે શ્રેષ્ઠ ઉદાહરણ બન્યા છે. જેમાં સ્થાનિક કોર્પોરેશનને શરમાવે એ પ્રકારની ઉત્તમ કામગીરી કરી છે. ડોક્ટર રાજસિંગ સવારના સમયે રસ્તા પર ખાડા પૂરતા જોવા મળે છે. પોતાના વાહનમાં ઇંટ અને માટી સાથે...
Advertisement
અમદાવાદના વૈજ્ઞાનિક ડો. રાજસિંઘ નાગરિક તરીકેની જવાબદારી નિભાવવા બાબતે શ્રેષ્ઠ ઉદાહરણ બન્યા છે. જેમાં સ્થાનિક કોર્પોરેશનને શરમાવે એ પ્રકારની ઉત્તમ કામગીરી કરી છે. ડોક્ટર રાજસિંગ સવારના સમયે રસ્તા પર ખાડા પૂરતા જોવા મળે છે. પોતાના વાહનમાં ઇંટ અને માટી સાથે ઘરેથી નીકળે છે. વૈજ્ઞાનિક તરીકે વ્યસ્ત હોવા છતાં નાગરિક ધર્મ નિભાવી ખાડા પૂરવાનું કામ કરે છે. બધું કામ સરકાર પણ ન ઢોળાય, નાગરિક તરીકે પણ આપણે જવાબદારી સમજવી જોઈએ. પાછલા કેટલાક વર્ષોથી શહેરના અલગ અલગ વિસ્તારમાં જ્યાં ખાડા મળે ત્યાં પૂરે છે. જેમાં તેમનું કામ જોઈને અનેક લોકો નંબર લે છે અને એમના વિસ્તારમાં ખાડા પૂરવા માટે પણ બોલાવે છે.
Advertisement


