Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાત અંગે ખોટો Video વાઇરલ કરનાર સામે Ahmedabad સાઇબર ક્રાઇમની મોટી કાર્યવાહી

Ahmedabad સાઇબર ક્રાઇમે ખોટો વીડિયો વાયરલ કરવા બદલ ગુનો નોંધ્યો પાયલ ગુપ્તા વિરૂદ્ધ સાઇબર ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધ્યો હોસ્પિટલમાં બેડ ના મળતા દર્દીનું મોત થયું હોવાનો વીડિયો  ગૃહ રાજ્યમંત્રીએ ટ્વીટ કર્યા બાદ કાર્યવાહી અમદાવાદ (Ahmedabad) સાઇબર ક્રાઇમે પાયલ ગુપ્તા...
ગુજરાત અંગે ખોટો video વાઇરલ કરનાર સામે ahmedabad સાઇબર ક્રાઇમની મોટી કાર્યવાહી
Advertisement
  1. Ahmedabad સાઇબર ક્રાઇમે ખોટો વીડિયો વાયરલ કરવા બદલ ગુનો નોંધ્યો
  2. પાયલ ગુપ્તા વિરૂદ્ધ સાઇબર ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધ્યો
  3. હોસ્પિટલમાં બેડ ના મળતા દર્દીનું મોત થયું હોવાનો વીડિયો 
  4. ગૃહ રાજ્યમંત્રીએ ટ્વીટ કર્યા બાદ કાર્યવાહી

અમદાવાદ (Ahmedabad) સાઇબર ક્રાઇમે પાયલ ગુપ્તા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પાયલ ગુપ્તા (@MissPayalGupta) નામનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં દાવો કરાયો હતો કે અકસ્માત બાદ દર્દીને હોસ્પિટલમાં બેડ ના મળતા તેનું મોત નીપજ્યું હતું. આ વીડિયો ગુજરાતનો (Gujarat) હોવાનો દાવો કરાયો હતો. જો કે, હવે સો. મીડિયા મારફતે ગુજરાત વિશે ખોટી અને ભ્રામક માહિતી ફેલાવનાર સામે ગુનો નોંધાયો છે. ગૃહ રાજ્યમંત્રીએ હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) પણ આવી ખોટી માહિતી ફેલાવનારાઓને ચેતવણી આપી હતી.

આ પણ વાંચો - Weather Forecast : આગામી દિવસોમાં કેવી પડશે ઠંડી ? હવામાન વિભાગે કરી આગાહી!

Advertisement

Advertisement

ગૃહ રાજ્યમંત્રીના ટ્વીટ બાદ મોટી કાર્યવાહી

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર પાયલ ગુપ્તા (@MissPayalGupta) નામનાં એકાઉન્ટ પરથી એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ પોસ્ટમાં દાવો કરાયો હતો કે આ વીડિયો ગુજરાતનો છે, જ્યાં અકસ્માત બાદ દર્દીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ, હોસ્પિટલમાં બેડ ન મળતા દર્દીનું મોત થયું હતું. જો કે, હકીકતમાં આ વીડિયો ગુજરાતનો નહોતો. આ મામલે હવે અમદાવાદ સાઇબર ક્રાઇમે મોટી કાર્યવાહી કરી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) ગુજરાત અંગે ખોટી માહિતી ફેલાવનારા અને ગુજરાતની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરનારા તત્વોને કડક સંદેશમાં ચેતવણી આપી હતી.

આ પણ વાંચો - Amreli : હૈયું કંપાવતી ઘટના! એક જ પરિવારનાં ચાર માસૂમ બાળક કારમાં બેઠા અને પછી..!

પાયલ ગુપ્તા વિરૂદ્ધ સાઇબર ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધ્યો

આ મામલો સામે આવતા અમદાવાદ સાઇબર ક્રાઇમે (Ahmedabad Cybercrime) પાયલ ગુપ્તા વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત પોલીસે સો. મીડિયા પરથી માહિતી આપી કે, અન્ય રાજ્યનાં આ વીડિયોને ગુજરાતનો દર્શાવી ખોટી માહિતી સોશિયલ મીડિયામાં ગુજરાતની છબી ખરડાય તે હેતુસર વાઇરલ કરવામાં આવી હતી. જે સંદર્ભે અમદાવાદ સાઇબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો - Gandhinagar : BJP નાં મુખ્ય પ્રવક્તાને દિવાળીનાં તુરંત બાદ મળી મોટી જવાબદારી

Tags :
Advertisement

.

×