Ahmedabad : ડિજિટલ એરેસ્ટનો શિકાર બનેલા વૃદ્ધ મહિલાને બચાવી લેવાયા
- અમદાવાદના વૃદ્ધાની વ્હારે આવી સાયબર ક્રાઈમ
- ડિજિટલ એરેસ્ટનો શીકાર બનેલી મહિલાને બચાવી
- મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના નામે ધમકાવી માગ્યા 33.35 લાખ
- બેંક ઓફ બરોડામાં ફિક્સ ડિપોઝિટ તોડાવા પહોંચી મહિલા
- સાયબર ક્રાઇમ અને બેંક સ્ટાફે વૃદ્ધાને ડિજિટલ અરેસ્ટથી અવગત કરી
Ahmedabad : અમદાવાદમાં રહેતા એક વૃદ્ધાને તાજેતરમાં ડિજિટલ અરેસ્ટ સ્કેમનો શિકાર બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ સાયબર ક્રાઇમ પોલીસ અને બેંક સ્ટાફની ત્વરિત કાર્યવાહીના કારણે આ છેતરપિંડી નિષ્ફળ ગઈ. વૃદ્ધાને છેતરપિંડી કરનારાઓએ પોતાને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખાવીને ધમકાવ્યા હતા અને તેમને 'ડિજિટલ અરેસ્ટ'માં ફસાવ્યા હતા.
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના નામે ધમકાવી માગ્યા 33.35 લાખ
ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ હોવાના ખોટા આરોપ લગાવીને તેમની પાસેથી મોટી રકમ પડાવવાના ઉદ્દેશથી, આરોપીઓએ વૃદ્ધા પાસેથી તાત્કાલિક રૂપિયા 33.35 લાખની માંગણી કરી હતી. આ રકમ ચૂકવવા માટે વૃદ્ધા બેંક ઓફ બરોડામાં પોતાની ફિક્સ્ડ ડિપોઝિટ તોડાવા માટે પહોંચ્યા હતા. જોકે, બેંકના જાગૃત સ્ટાફને શંકા જતાં તેમણે તરત જ સાયબર ક્રાઇમનો સંપર્ક કર્યો હતો. સાયબર ક્રાઇમની ટીમે તાત્કાલિક બેંક પહોંચીને વૃદ્ધાને આ સંપૂર્ણ ઘટનાક્રમ ડિજિટલ અરેસ્ટના નામે ચાલતી છેતરપિંડી હોવાનું સમજાવ્યું, જેના કારણે વૃદ્ધા છેતરાતા બચી ગયા અને તેમની મહેનતની કમાણી સુરક્ષિત રહી.
આ પણ વાંચો : પશ્ચિમ રેલવે અમદાવાદની JC બેંકના ડાયરેક્ટર પદની ચૂંટણીમાં પ્રચાર તેજ


