Ahmedabad : સોલા ભાગવત નજીક ગેસ લીકેજ, 2 ફાયર વિભાગના જવાન બેભાન
Ahmedabad : અમદાવાદના સોલા ભાગવત વિસ્તારમાં માધવ ઔડા ગાર્ડન નજીક એક ગંભીર ઘટના બની છે, જ્યાં એક અજાણ્યા શખ્સે ક્લોરિન ગેસની બોટલ ફેંકી દીધી હોવાના કારણે ગેસ લીકેજ થવાની ઘટના સામે આવી છે.
Advertisement
- Ahmedabad સોલા ભાગવત નજીક Gas લીકેજ
- માધવ ઔડા ગાર્ડન નજીક બની ઘટના
- અજાણ્યા શખ્સે ક્લોરિન ગેસની બોટલ ફેંકી
- ફાયર વિભાગના બે જવાન થયા બેભાન
- બંને જવાનોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
- ફાયર વિભાગે પાણીનો મારો કર્યો ચાલુ
- ગેસ હવામાં ના ફેલાય તે પ્રયાસો શરૂ
Ahmedabad Gas Leak : અમદાવાદના સોલા ભાગવત વિસ્તારમાં માધવ ઔડા ગાર્ડન નજીક એક ગંભીર ઘટના બની છે, જ્યાં એક અજાણ્યા શખ્સે ક્લોરિન ગેસની બોટલ ફેંકી દીધી હોવાના કારણે ગેસ લીકેજ થવાની ઘટના સામે આવી છે.
ફાયર વિભાગના બે જવાન થયા બેભાન
આ ખતરનાક ગેસના લીકેજની જાણ થતાં તાત્કાલિક ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, ગેસ પર કાબૂ મેળવવાના પ્રયાસો દરમિયાન ફાયર વિભાગના 2 જવાનો બેભાન થઈ ગયા હતા, જેમને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં, ફાયર વિભાગ દ્વારા ગેસને હવામાં વધુ ફેલાતો અટકાવવા માટે લીકેજ પોઇન્ટ પર પાણીનો મારો ચલાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે અને સમગ્ર વિસ્તારમાં સુરક્ષાના પગલાં લેવામાં આવી રહ્યા છે.
Advertisement
આ પણ વાંચો : Ahmedabad : સોલા ભાગવત નજીક ક્લોરિન ગેસ લીકેજથી હડકંપ
Advertisement


