Ahmedabad: 3 તારીખથી શરૂ થશે Glow Light Flower Show, 54 જાતની LED લાઈટિંગથી સુશોભન
ફ્લાવર શોના પર્યટકોને આકર્ષવા AMC દ્વારા આયોજન 4500 સ્ક્વેર ફૂટમાં 54 જાતની LED લાઈટિંગથી સુશોભન બાળકો માટે વિવિધ પ્રાણીઓની લાઈટિંગથી સુશોભન કરાશે આગામી 3 તારીખથી ગ્લો લાઈટ ફ્લાવર શો શરૂ થશે. જેમાં ફ્લાવર શોના પર્યટકોને આકર્ષવા AMC દ્વારા આયોજન...
Advertisement
- ફ્લાવર શોના પર્યટકોને આકર્ષવા AMC દ્વારા આયોજન
- 4500 સ્ક્વેર ફૂટમાં 54 જાતની LED લાઈટિંગથી સુશોભન
- બાળકો માટે વિવિધ પ્રાણીઓની લાઈટિંગથી સુશોભન કરાશે
આગામી 3 તારીખથી ગ્લો લાઈટ ફ્લાવર શો શરૂ થશે. જેમાં ફ્લાવર શોના પર્યટકોને આકર્ષવા AMC દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. તેમાં 4500 સ્ક્વેર ફૂટમાં 54 જાતની LED લાઈટિંગથી સુશોભન કરવામાં આવ્યું છે. બાળકો માટે વિવિધ પ્રાણીઓની લાઈટિંગથી સુશોભન કરાશે. રૂપિયા 3.2 કરોડના ખર્ચે તૈયાર ગ્લો લાઈટ ફ્લાવર શો કરાયો છે. આવતીકાલથી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મૂકાશે. આ વખતનો ફ્લાવર શો ઘણી રીતે ખાસ રહેવાનો છે. સમગ્ર ફ્લાવર શોને 6 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે, બીજી તરફ ટિકિટના દર પણ આ વખતે વધારી દેવામાં આવ્યા છે અને પ્રાઈમ ટાઈમમાં ફ્લાવર શોની મુલાકાત માટે 5 ગણી વધુ કિંમત ચૂકવવી પડશે.
Advertisement


