Ahmedabad : શહેરમાં ગત રાત્રે ભારે પવન સાથે ધોધમાર વરસાદ
Rain in Ahmedabad : અમદાવાદમાં આજે મોડી સાંજે ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. પશ્ચિમ અમદાવાદનાં અનેક વિસ્તારોમાં ગાજવીજ અને તેજ ગતિનાં પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે.
Advertisement
- અમદાવાદમાં ભારે પવન સાથે વરસ્યો વરસાદ (Rain in Ahmedabad)
- પશ્ચિમ અમદાવાદનાં અનેક વિસ્તારોમાં તોફાન
- પવનના સુસવાટા સાથે વરસ્યો ધોધમાર વરસાદ
- SG હાઈવે, બોપલ, ઘુમા, સરખેજ વિસ્તારમાં વરસાદ
Rain in Ahmedabad : અમદાવાદમાં ગત મોડી સાંજે અચાનક વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો હતો, જ્યારે શહેરના પશ્ચિમ વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. SG હાઈવે, બોપલ, ઘુમા અને સરખેજ સહિતના વિસ્તારોમાં તોફાની પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અચાનક પડેલા આ વરસાદથી લોકો શેડ અને ઝાડ નીચે આશરો લેતા જોવા મળ્યા હતા. ભારે પવન સાથેના વરસાદે શહેરના વાતાવરણમાં ઠંડક છવાઈ ગઈ હતી અને અચાનક પડેલા આ વરસાદે લોકોમાં આશ્ચર્યનું માહોલ સર્જ્યો હતો.
Advertisement


