Ahmedabad: ઘાટલોડિયાની કેલોરેક્ષ સ્કૂલ વિવાદમાં, બાળકોને પઢાવવામાં આવે છે નમાજ
અમદાવાદમાં એક કિસ્સોસામે આવ્યો છે, જ્યાં ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલમાં હિંદુ બાળકો પાસે નમાજ પઢાવવામાં આવતાં હોબાળો મચી ગયો હતો. ઘટનાને લઈને બાળકોના વાલીઓ અને હિંદુ સંગઠનો આકરા પાણીએ જોવા મળી રહ્યાં છે. તેમના વિરોધ બાદ શાળાએ માફી માંગવાની નોબત આવી...
Advertisement
અમદાવાદમાં એક કિસ્સોસામે આવ્યો છે, જ્યાં ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલમાં હિંદુ બાળકો પાસે નમાજ પઢાવવામાં આવતાં હોબાળો મચી ગયો હતો. ઘટનાને લઈને બાળકોના વાલીઓ અને હિંદુ સંગઠનો આકરા પાણીએ જોવા મળી રહ્યાં છે. તેમના વિરોધ બાદ શાળાએ માફી માંગવાની નોબત આવી હતી. બીજી તરફ,આ મામલે સ્થાનિક તંત્ર પણ એક્શનમાં આવ્યું છે.રોષે ભરાયેલા વાલીઓ અને હિંદુ સંગઠનોએ શાળામાં બાળકોને નમાજ પઢાવવાની ઘટનાનો વિરોધ કરી સ્કૂલમાં હોબાળો મચાવ્યો હતો અને પ્રિન્સિપાલના રાજીનામાંની માંગ કરી હતી. તો બીજી તરફ વાલીઓએ પણ રોષે ભરાઈને પોતાના બાળકોનાં એડમિશન પરત ખેંચવાની માંગ સાથે સ્કૂલનો વિરોધ કર્યો હતો. આ મામલે વાલીઓનું કહેવું છે કે નમાજ પઢાવવાથી તેમના બાળકોનાં કુમળા મન પર વિપરીત અસરો પડી શકે તેમ છે અને તેઓ ક્યારેય આ પ્રકારની ઘટનાઓ સાંખી લેશે નહીં.
Advertisement


