અમદાવાદની IPLની ટીમનું નામ જાહેર, જાણો શું છે ટીમનું નામ અને કોણ છે ટીમમાં?
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પ્રથમ વખત ભાગ લઈ રહેલી અમદાવાદની ટીમે તેના નામની જાહેરાત કરી છે. આ ટીમ ગુજરાત ટાઇટન્સના નામ સાથે મેદાનમાં ઉતરશે. ટીમના નામની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી, હવે હરાજીમાં માત્ર થોડા જ દિવસો બાકી છે ત્યારે ફ્રેન્ચાઇઝીએ તેની જાહેરાત કરી છે. ગુજરાત ટાઇટન્સ પ્રથમ વખત IPLમાં ભાગ લઈ રહી છે, અને તેણે તેના કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાની પસંદગી કરી છે. સીવીસી ગ્રુપનà
Advertisement
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પ્રથમ વખત ભાગ લઈ રહેલી અમદાવાદની ટીમે તેના નામની જાહેરાત કરી છે. આ ટીમ ગુજરાત ટાઇટન્સના નામ સાથે મેદાનમાં ઉતરશે. ટીમના નામની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી, હવે હરાજીમાં માત્ર થોડા જ દિવસો બાકી છે ત્યારે ફ્રેન્ચાઇઝીએ તેની જાહેરાત કરી છે.
ગુજરાત ટાઇટન્સ પ્રથમ વખત IPLમાં ભાગ લઈ રહી છે, અને તેણે તેના કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાની પસંદગી કરી છે. સીવીસી ગ્રુપની ટીમે હાર્દિક પંડ્યા ઉપરાંત રશીદ ખાન અને શુભમન ગિલને હરાજી પહેલા પોતાની સાથે જોડ્યા છે.
ટીમનું નામ કેવી રીતે પડ્યું?
ટીમના કો-ઓનર સિદ્ધાર્થ પટેલે નામ વિશે જણાવ્યું કે અમે ગુજરાત ટાઇટન્સ વિશે ઘણું સંશોધન કર્યું છે. અમે આ માટે એક એજન્સી હાયર કરી હતી, અમારો પ્રયાસ સમગ્ર ગુજરાતની છબી રજૂ કરવાનો હતો.
ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ કહ્યું કે મારો પરિવાર ગુજરાતનો છે, તમામ લોકો ગુજરાતમાં રહે છે. જ્યારે બધાને ખબર પડી કે હું ગુજરાતની ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છું ત્યારે તેમની આંખોમાં ખૂબ જ ગર્વ છે.
ગુજરાત ટાઇટન્સની ટીમે હાર્દિક પંડ્યાને 15 કરોડમાં, રાશિદ ખાનને 15 કરોડમાં અને શુભમન ગિલને 8 કરોડમાં સામેલ કર્યા છે. ટીમ પાસે હજુ 52 કરોડ રૂપિયા બાકી છે જે હરાજીમાં વાપરી શકાય છે. ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર આશિષ નેહરા ગુજરાત ટાઇટન્સ સાથે કોચ તરીકે જોડાયેલા છે, જ્યારે ટીમ ઇન્ડિયાને વર્લ્ડ કપ જીતાડનાર ગેરી કર્સ્ટન મેન્ટર તરીકે ટીમ સાથે રહેશે. આ ઉપરાંત વિક્રમ સોલંકી ટીમના ડિયરેક્ટર હશે.
IPL-2022માં ભાગ લેનાર ટીમ
- ચેન્નાઈ સુપર કિંગ્સ
- મુંબઈ ઈન્ડિયન્સ
- કોલકાતા નાઈટ રાઈડર્સ
- ગુજરાત ટાઈટન્સ
- લખનૌ સુપર જાયન્ટ્સ
- દિલ્હી કેપિટલ્સ
- પંજાબ કિંગ્સ
- રાજસ્થાન રોયલ્સ
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
- સનરાઈઝર્સ હૈદરાબાદ
ગુજરાત ટાઇટન્સને CVC કેપિટલ ગ્રૂપે રૂ. 5665 કરોડમાં ખરીદી છે. આ ટીમની ખરીદીને લઈને વિવાદ થયો હતો, કારણ કે દાવો કરવામાં આવ્યો હતો કે, ટીમને ખરીદનારી કંપનીની કેટલીક સટ્ટાબાજીની કંપનીઓ સાથે સંબંધ છે. આ પછી, બીસીસીઆઈ દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી હતી, જે પછી મંજૂરી આપવામાં આવી હતી.


