Ahmedabad : ધાનેરાના સ્થાનિકોએ અમદાવાદ કલેક્ટર ઓફિસે કર્યો વિરોધ
બનાસકાંઠાના ધાનેરાના વિભાજન અંગે સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે, જેના પડઘા અમદાવાદ કલેક્ટર ઓફિસ સુધી પહોંચ્યા છે. ધાનેરાના સ્થાનિકોએ થરાદમાં ભેળવવાની યોજના પર વિરોધ નોંધાવતાં કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.
Advertisement
- બનાસકાંઠાના વિભાજનનો વિરોધના પડઘા અમદાવાદમાં
- ધાનેરાના સ્થાનિકોએ અમદાવાદ કલેક્ટર ઓફિસે કર્યો વિરોધ
- ધાનેરાને થરાદમાં ન ભેળવવાને લઈને કલેક્ટરને આપ્યું આવેદન
- થરાદમાં પાયાની સુવિધા ન હોવાનો સ્થાનિકોનો આરોપ
- મેડિકલ અને એજ્યુકેશન અને ટ્રાન્સપોર્ટ સુવિધા ન હોવના આરોપ
- ધાનેરાના સ્થાનિકોનો પાલનપુર સાથે વર્ષોથી સંબંધ:સ્થાનિક
- "થરાદ જિલ્લા માટે સ્થાનિકોના ડોર ટુ ડોર રિવ્યુ લેવામાં આવે"
- સ્થાનિક નેતાઓને વિશ્વાસમાં લીધા વિના જાહેરાત કરીના આરોપ
Ahmedabad : બનાસકાંઠાના ધાનેરાના વિભાજન અંગે સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે, જેના પડઘા અમદાવાદ કલેક્ટર ઓફિસ સુધી પહોંચ્યા છે. ધાનેરાના સ્થાનિકોએ થરાદમાં ભેળવવાની યોજના પર વિરોધ નોંધાવતાં કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. તેમના આરોપો મુજબ થરાદમાં પાયાની સુવિધાઓ જેવા કે મેડિકલ, એજ્યુકેશન અને ટ્રાન્સપોર્ટની સુવિધાઓ નથી. સ્થાનિકના મતે, ધાનેરાના લોકોનો પાલનપુર સાથે વર્ષોથી મજબૂત સંબંધ છે, જે તોડવું યોગ્ય નથી. સ્થાનિકોએ માંગ કરી છે કે થરાદ જિલ્લાની રચનામાં ડોર-ટુ-ડોર રિવ્યુ કરવામાં આવે અને સ્થાનિક નેતાઓને વિશ્વાસમાં લીધા વિના થયેલી જાહેરાત પર પુનર્વિચાર કરવામાં આવે.
Advertisement


