Ahmedabad : નવરાત્રિના પ્રથમ દિવસે નગરદેવી ભદ્રકાળી મંદિરે ભક્તોનું ઘોડાપૂર
- અમદાવાદમાં નગરદેવી માં ભદ્રકાળી મંદિરમાં ઉમટ્યા ભકતો
- અમદાવાદમાં ઠેર-ઠેર મંદિરોમાં દર્શને ભક્તો
- નગરદેવી માં ભદ્રકાળી મંદિરમાં ઉમટ્યા ભકતો
- નવલી નવરાત્રીના પ્રથમ દિવસે માંનો વિશેષ શણગાર
- વહેલી સવારથી જ ભક્તોએ ઉમટ્યા માંના દર્શને
Ahmedabad : આસો સુદ એકમથી શરૂ થતી શક્તિ ઉપાસનાના મહાપર્વ નવરાત્રિનો અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ભક્તિમય માહોલ સાથે પ્રારંભ થયો છે. નવરાત્રિના પ્રથમ નોરતે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલા માતાજીના મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે.
ખાસ કરીને અમદાવાદના હૃદય સમા નગરદેવી માં ભદ્રકાળી મંદિરે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી હતી. માઈભક્તોએ નગરદેવીના વિશેષ શણગાર દર્શનનો લાભ લીધો અને નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે માના આશીર્વાદ મેળવ્યા. આ સાથે જ, શહેરમાં ઠેર-ઠેર આવેલા અન્ય મંદિરો, સોસાયટીઓ અને ગરબા ગ્રાઉન્ડ ખાતે પણ ઘટસ્થાપન વિધિ સાથે માતાજીની સ્થાપના કરવામાં આવી, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિ અને શ્રદ્ધાના રંગે રંગાઈ ગયું છે.
આ પણ વાંચો : Ahmedabad : નવરાત્રિ દરમિયાન શહેરમાં પોલીસકર્મીઓ રહશે ખડેપગે, 15 DCP-30 ACP-160 PI ગરબા સ્થળે રહેશે તૈનાત


