Ahmedabad : ચાંદખેડાની સાકાર સ્કૂલને નોટિસ, વાલીઓ પાસેથી બે ના બદલે ત્રણ ટર્મ ફી વસૂલી હતી
Ahmedabad : અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં પ્રાથમિક શાળાએ ધોરણ 8 ના વિદ્યાર્થીઓ પાસેથી ફી નિયમન સમિતિ દ્વારા નક્કી કરેલી રકમ કરતાં વધુ ફી વસૂલ કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. વાલીઓના દાવા મુજબ શાળાએ નક્કી કરેલી ફી થી વધુ રકમ ઉઘરાવી છે
Advertisement
- અમદાવાદમાં FRC કરતા વધુ ફી ઉઘરાવતી વધુ એક શાળાને નોટિસ
- ચાંદખેડાની સાકાર સ્કૂલને અમદાવાદ DEOની નોટિસ
- સાકાર સ્કૂલે વાલીઓ પાસેથી બે ના બદલે ત્રણ ટર્મ ફી વસૂલી હતી
- વાલીઓએ DEOમાં ફરિયાદ કરતા કારણ દર્શક નોટિસ ફટકારી
- શાળાએ 30,800 ફીના બદલે 39 હજાર ફી ઉઘરાવી હતી
Ahmedabad : અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં પ્રાથમિક શાળાએ ધોરણ 8 ના વિદ્યાર્થીઓ પાસેથી ફી નિયમન સમિતિ દ્વારા નક્કી કરેલી રકમ કરતાં વધુ ફી વસૂલ કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. વાલીઓના દાવા મુજબ શાળાએ નક્કી કરેલી ફી થી વધુ રકમ ઉઘરાવી છે, જેના કારણે 10 જેટલા વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં લેખિતમાં ફરિયાદ નોંધાવી છે. આ મામલે કચેરી દ્વારા તપાસ હાથ ધરાઈ, જેમાં શાળાએ વધુ ફી વસૂલ કર્યાની હકીકત બહાર આવી છે.
Advertisement


