Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પ્રોફેસરને ફ્લેટમાં બોલાવી યુવકે કર્યું એવુ કે નોંધાઈ ફરિયાદ, આરોપીની ધરપકડ બાદ મોટો ખુલાસો

છેલ્લા થોડા સમયથી હનીટ્રેપના ગુન્હામાં વધારો થયો છે. હવે તો આરોપીઓ હનીટ્રેપ માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા થયા છે. આવી જ વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. અમદાવાદમાં એપ્લિકેશન થકી હનીટ્રેપ કરતી ટોળકી ઝડપાય છે. સાથે જ સમલૈંગિક સંબંધો ઈચ્છતા યુવકો માટે લાલબત્તી સમાન કિસ્સો છે. અમદાવાદ ગ્રામ્ય સાયબર સેલ દ્વારા આવા જ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તો અન્ય ફરાર 4 આરોપીઓની શોધખોળ શરુ કર
પ્રોફેસરને ફ્લેટમાં બોલાવી યુવકે કર્યું એવુ કે નોંધાઈ ફરિયાદ  આરોપીની ધરપકડ બાદ મોટો ખુલાસો
Advertisement
છેલ્લા થોડા સમયથી હનીટ્રેપના ગુન્હામાં વધારો થયો છે. હવે તો આરોપીઓ હનીટ્રેપ માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા થયા છે. આવી જ વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. અમદાવાદમાં એપ્લિકેશન થકી હનીટ્રેપ કરતી ટોળકી ઝડપાય છે. સાથે જ સમલૈંગિક સંબંધો ઈચ્છતા યુવકો માટે લાલબત્તી સમાન કિસ્સો છે. અમદાવાદ ગ્રામ્ય સાયબર સેલ દ્વારા આવા જ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તો અન્ય ફરાર 4 આરોપીઓની શોધખોળ શરુ કરવામાં આવી છે. સમલૈંગિક સંબંધ માટે વપરાતી એપ્લિકેશન દ્વારા આ ટોળકીએ એક પ્રોફેસરને હનીટ્રેમા ફસાવ્યા હતા. માત્ર આટલું જ નહીં આ ટોળકીએ તેમની પાસલેથી પાંચ લાખ રૂપિયા પણ પડાવ્યા હતા. 
બે આરોપીની ધરપકડ
અમદાવાદ ગ્રામ્ય પોલીસે દીપેન પટેલ અને હર્ષિલ પટેલ નામનાં બે આરોપીઓની ધરપકડ કરી છે. આ બંને આરોપી સમલૈંગિક સંબંધો માટે વપરાતી GRINDR નામની એપ્લિકેશન પર ખોટા નામે એકાઉન્ટ બનાવી લોકો ને છેતરતા હતા. તાજેતરમાં જ એક નિવૃત્ત પ્રોફેસરને સમલૈંગિક સંબંધો માટે અમદાવાદના નિર્ણયનગર પાસે આવેલા ગ્રીન સીટી ફ્લેટમાં બોલાવી તેમની પાસેથી રૂપિયા 5 લાખ પડાવી લેવામા આવ્યા હતા. જે અંગે પોલીસે તપાસ કરતા પોલીસે બે આરોપીને ઝડપી લીધા છે. સાથે જ મારામારી કરનારા અન્ય 4 આરોપી ફરાર છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
એપ્લિકેશનના માધ્યમથી લોકોને છેતરતા
GRINDR એપ્લિકેશન એક એવી એપ્લિકેશન છે કે જ્યાં સજાતીય સંબંધો ધરાવતા લોકો વાતો કરે છે. ઉપરાંત ઓકબીજા સાથે મુલાકાત કરે છે. પરંતુ આરોપી દીપેને ખોટા નામે એકાઉન્ટ બનાવી લોકો ને છેતરતો હતો. ઝડપાયેલા બે આરોપી હર્ષિલ અને દીપેન માત્ર યુવકોને ફસાવી મળવા બોલાવતા અને ત્યારબાદ આ ગુનાના ફરાર  અન્ય ચાર આરોપીઓ બળજબરીપૂર્વક રૂપિયા પડાવી લેતા હતા. તયારબાદ સજાતીય સંબંધોના કારણે બદનામીના ડરે પોલીસ સુધી ફરિયાદ પહોંચતી નથી.
બંને આરોપી બેરોજગાર
જોકે ગ્રામ્ય સાયબર સેલને આ અંગે ફરિયાદ મળતા પોલીસે આ ગુનાના બે માસ્ટર માઇન્ડની ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે બંને આરોપી 10 ધોરણ પાસ છે. છેલ્લા કેટલાક સમયથી બેરોજગાર પણ છે. જેથી લોકો પાસેથી રૂપિયા પડાવવાનો આ સરળ માર્ગ આરોપીએ શોધી કાઢ્યો. જોકે ધરપકડ બાદ અન્ય કેટલા લોકો પાસેથી રૂપિયા પડાવ્યા છે તેની તપાસ પોલીસે શરૂ કરી છે. ત્યારે પોલીસ તપાસમાં શું ખુલાસા થાય છે તે જોવું મહત્વનું છે.
Tags :
Advertisement

.

×