Ahmedabad : જમાલપુરમાં ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ દબાણ હટાવ કામગીરી
Ahmedabad : અમદાવાદના જમાલપુર વિસ્તારમાં કાચ મસ્જિદ નજીક AMC દ્વારા ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે ચુસ્ત બંદોબસ્ત સાથે સ્કૂલની જગ્યા પર થયેલા ગેરકાયદેસર બાંધકામને હટાવ્યું છે.
Advertisement
- અમદાવાદના જમાલપુરમાં દબાણ હટાવ કામગીરી
- કાંચ મસ્જિદ પાસે ગેરકાયેદસર બાંધકામ તોડી પડાયા
- પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે કરાઈ કાર્યવાહી
- સ્કૂલની જગ્યા પર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું
- વકફ બોર્ડની જગ્યા હોવાનો સ્થાનિક લોકોએ કર્યો દાવો
- કાચની મસ્જિદની જગ્યા હોવાનો મસ્જિદના ટ્રસ્ટીનો દાવો
- કાચની મસ્જિદની જગ્યા AMC શાળા ચલાવતા આપી હતી
- શાળા અન્ય જગ્યા ખસેડતા દુકાન બાંધવામાં આવી હતી
- 2017ની આસપાસ આ દુકાનનું બાંધકામ કરવામાં આવ્યું હતું
Ahmedabad : અમદાવાદના જમાલપુર વિસ્તારમાં કાચ મસ્જિદ નજીક AMC દ્વારા ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે ચુસ્ત બંદોબસ્ત સાથે સ્કૂલની જગ્યા પર થયેલા ગેરકાયદેસર બાંધકામને હટાવ્યું છે. મસ્જિદના ટ્રસ્ટી અને સ્થાનિક લોકોએ દાવો કર્યો કે તે જગ્યા વકફ બોર્ડની છે અને અગાઉ કાચની મસ્જિદની જગ્યાએ AMC શાળા ચલાવવા આપી હતી. શાળાને અન્યત્ર ખસેડ્યા બાદ 2017 આસપાસ તે જગ્યાએ દુકાનો બાંધવામાં આવી હતી. તમામ દાવાઓની વચ્ચે AMC દ્વારા ગેરકાયદેસર બાંધકામને ધ્વસ્ત કરવાની કાર્યવાહી કરી, જે સ્થાનિક સ્તરે ચર્ચાનું કેન્દ્ર બની છે.
Advertisement


