Ahmedabad : પલ્લવ ચાર રસ્તા નજીક ગટરનું ઢાંકણું તૂટી જવાના કારણે ટ્રક ફસાયો
અમદાવાદના પલ્લવ ચાર રસ્તા વિસ્તારમાં ગટરના તૂટેલા ઢાંકણે ફરી એકવાર શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની બેદરકારી ઉજાગર કરી છે. આજે સવારે એક ટ્રક આ ખામીનો ભોગ બની, જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમના સ્થળ નજીક ફસાઈ ગઈ. આ ઘટના માત્ર ટ્રાફિકની અસુવિધા જ નહીં, પરંતુ લાંબા સમયથી ચાલતી ગટરની સમસ્યા પર પણ પ્રકાશ ફેંકે છે.
Advertisement
Ahmedabad : અમદાવાદના પલ્લવ ચાર રસ્તા નજીક આજે સવારે એક ટ્રક ગટરનું ઢાંકણું તૂટી જવાને કારણે ફસાઈ ગયો હતો, જેના કારણે સ્થાનિક ટ્રાફિકમાં અવરોધ ઉભો થયો. આ ઘટના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમના સ્થળની બહાર બની, જ્યાં કાર્યક્રમના મંડપના ડેકોરેશન માટે આવેલી જ ટ્રક આ દુર્ઘટનાનો ભોગ બની. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ગટરના ઢાંકણા લાંબા સમયથી તૂટેલી હાલતમાં છે, જેના કારણે આવી ઘટનાઓ વારંવાર બની રહી છે. આ ઘટનાએ શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જાળવણી અંગે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
Advertisement


