Ahmedabad : સોલા સિવિલમાં મહિલા રેસિડેન્ટ તબીબની દાદાગીરી જુઓ
Ahmedabad Doctor Viral Video : અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક મહિલા રેસિડેન્ટ તબીબની દબંગાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Advertisement
- અમદાવાદમાં મહિલા તબીબની દર્દી સાથે દાદાગીરી!
- સોલા સિવિલના રેસીડન્ટ તબીબની દબંગાઈ આવી સામે
- 'દર્દીને સારવાર નહી કરૂ' કહીને મોબાઈલ પડાવવાનો પ્રયાસ
- વીડિયોમાં ખુબ જ ગુસ્સો કરતા જોવા મળી મહિલા તબીબ
- સિવિલના સિક્યુરિટીગાર્ડને પણ મહિલા તબીબે ખખડાવ્યો
- હરીશ ચાવડા નામનો વ્યક્તિ દીકરીની સારવાર માટે આવ્યો હતો
- ગુજરાત ફર્સ્ટ આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતુ નથી
Ahmedabad Doctor Viral Video : અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક મહિલા રેસિડેન્ટ તબીબની દબંગાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
હરીશ ચાવડા નામના એક વ્યક્તિ પોતાની દીકરીની સારવાર માટે હોસ્પિટલ આવ્યા હતા, ત્યારે આ મહિલા તબીબ ગુસ્સામાં જોવા મળી હતી. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, તબીબ દર્દીના સગાને 'દર્દીને સારવાર નહીં કરું' કહીને તેમનો મોબાઈલ પડાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તે ખૂબ જ ગુસ્સામાં છે. આ દરમિયાન મહિલા તબીબે વચ્ચે પડેલા સિવિલના સિક્યુરિટી ગાર્ડને પણ ખખડાવ્યો હતો.
Advertisement
નોંધ : 'ગુજરાત ફર્સ્ટ' આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
Advertisement
આ પણ વાંચો : Ahmedabad Rave Party Update : 13 નાઇજિરિયન સહિત 20 લોકોની ધરપકડ, મુખ્ય આયોજનકર્તા પણ પકડાયો


