AIMIM નેતા દ્વારા નૂપુર શર્મા પર એક કરોડનું ઈનામ',તજિન્દર પાલ બગ્ગાએ વીડિયો શેર કર્યો
હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં AIMIM નેતા દ્વારા બીજેપી પ્રવક્તા નુપુર શર્મા પર એક કરોડનું ઈનામની જાહેર કરતી જોવા મળે છે. તજિન્દર પાલ બગ્ગાએ પણ આ વીડિયો શેર કર્યો છે. આ પહેલા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્માનું કહેવું છે કે તેમને સતત ધમકીભર્યા મેસેજ અને કોલ આવી રહ્યા છે.નુપુર શર્મા પર એક કરોડનું ઈનામ જાહેરભારતીય જનતા પાર્ટીના નેતા તજિà
Advertisement
હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં AIMIM નેતા દ્વારા બીજેપી પ્રવક્તા નુપુર શર્મા પર એક કરોડનું ઈનામની જાહેર કરતી જોવા મળે છે. તજિન્દર પાલ બગ્ગાએ પણ આ વીડિયો શેર કર્યો છે. આ પહેલા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્માનું કહેવું છે કે તેમને સતત ધમકીભર્યા મેસેજ અને કોલ આવી રહ્યા છે.
નુપુર શર્મા પર એક કરોડનું ઈનામ જાહેર
ભારતીય જનતા પાર્ટીના નેતા તજિન્દર પાલ સિંહ બગ્ગાએ દાવો કર્યો છે કે AIMIMએ બીજેપી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા પર 1 કરોડ રૂપિયાનું ઈનામ રાખ્યું છે. તેમણે ઓવૈસીની પાર્ટીને આતંકવાદી ગણાવી, સાથે જ અમિત શાહ પાસેથી કાર્યવાહીની વિનંતી કરી. AIMIMએ નુપુર શર્મા પર એક કરોડનું ઈનામ જાહેર કર્યું છે. હું અમિત શાહને વિનંતી કરું છું કે તેઓ કૃપા કરીને આ આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહીનો આદેશ આપે.હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં AIMIM નેતા નુપુર શર્મા પર એક કરોડનું ઈનામ જાહેર કરતી જોવા મળી રહી છે. તજિન્દર પાલ બગ્ગાએ પણ આ વીડિયો શેર કર્યો છે.
જ્ઞાનવાપી મસ્જિદના મુદ્દા પરની ચર્ચામાં ભાગ લીધો
આ પહેલા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્માનું કહેવું છે કે તેમને સતત ધમકીભર્યા મેસેજ અને કોલ આવી રહ્યા છે. ધાકધમકી આપતા લોકો તેમને અને તેમના પરિવારને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે. તેમણે તેમના ટ્વિટર હેન્ડલ પર આરોપીઓના ધમકીભર્યા મેસેજના સ્ક્રીન શોટ પણ શેર કર્યા છે. નૂપુર શર્માએ જણાવ્યું કે તેમણે ગુરુવારે એક ન્યૂઝ ચેનલ પર જ્ઞાનવાપી મસ્જિદના મુદ્દા પરની ચર્ચામાં ભાગ લીધો હતો. જ્યાં તેમણે તથ્યો સાથે પોતાની વાત રજૂ કરી હતી. પરંતુ આ ચર્ચા બાદથી તેમને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. અપશબ્દોનો ઉપયોગ કરવાની અને તેના અને તેના પરિવારના સભ્યોના માથા કાપી નાખવાની ધમકી પણ આપી હતી. દિલ્હી પોલીસે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની વાત કરી છે
યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવાં અપીલ
જ્યારે નૂપુર શર્માએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર દિલ્હી પોલીસને ટેગ કરીને આરોપીઓના ધમકીભર્યા સંદેશાઓ શેર કર્યા, ત્યારે દિલ્હી પોલીસે પણ આ મામલે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવાની વાત કરી. નુપુર શર્માનું કહેવું છે કે તે પોતાની ફરિયાદ દિલ્હી પોલીસ કમિશનરને પણ મોકલી રહી છે.
મોહમંદ પયંગબર પર ટિપ્પણી કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો
મુંબઈમાં એક ટીવી શો દરમિયાન મોહમંદ પયંગબર વિશે ટિપ્પણી કરવા બદલ નૂપુર શર્મા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ભારતીય સુન્ની મુસ્લિમોના સુન્ની બરેલવી સંગઠન રઝા એકેડમીની ફરિયાદ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. શર્મા વિરુદ્ધ મુંબઈના પાયધોની પોલીસ સ્ટેશન વિસ્તારમાં IPCની કલમ 295A, 153A અને 505B હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.


