Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

માત્ર 99 રૂપિયામાં Airtel કરશે તમારા ઘરની સુરક્ષા, જાણો કેવી રીતે

ભારતમાં સામાન્ય વર્ગને ધ્યાનમાં રાખી ઘણા પ્રોડક્ટ્સ માર્કેટમાં ઉપલબ્ધ છે. કંપનીઓ પણ જાણે છે કે, દેશમાં સામાન્ય વર્ગની સંખ્યા સૌથી વધુ છે, જેને ધ્યાને લઇને કંપનીઓ પ્રોડક્ટ્સ બનાવે છે અને મોટી કમાણી કરે છે. તાજેતરમાં ભારતની અગ્રણી ટેલિકોમ કંપની Airtelએ તેના ગ્રાહકો માટે એક ખાસ પ્રોડક્ટ લોન્ચ કરી છે, જેમાં તમે માત્ર રૂ. 99 મહિનાના ખર્ચે તમારા ઘરની સંભાળ લેવાની જવાબદારી Airtelને સોંપી શકો છà
માત્ર 99 રૂપિયામાં airtel કરશે તમારા ઘરની સુરક્ષા  જાણો કેવી રીતે
Advertisement
ભારતમાં સામાન્ય વર્ગને ધ્યાનમાં રાખી ઘણા પ્રોડક્ટ્સ માર્કેટમાં ઉપલબ્ધ છે. કંપનીઓ પણ જાણે છે કે, દેશમાં સામાન્ય વર્ગની સંખ્યા સૌથી વધુ છે, જેને ધ્યાને લઇને કંપનીઓ પ્રોડક્ટ્સ બનાવે છે અને મોટી કમાણી કરે છે. તાજેતરમાં ભારતની અગ્રણી ટેલિકોમ કંપની Airtelએ તેના ગ્રાહકો માટે એક ખાસ પ્રોડક્ટ લોન્ચ કરી છે, જેમાં તમે માત્ર રૂ. 99 મહિનાના ખર્ચે તમારા ઘરની સંભાળ લેવાની જવાબદારી Airtelને સોંપી શકો છો. 
તાજેતરમાં જ Airtelએ તેના શ્રેષ્ઠ ઉત્પાદનોના પોર્ટફોલિયોમાં Xsafeનો સમાવેશ કર્યો છે. પ્રોડક્ટનું ટેસ્ટિંગ કર્યા બાદ હવે કંપનીએ તેને તેના ગ્રાહકો માટે લોન્ચ કરી છે. આ પ્રોડક્ટ યુઝર્સના જીવનને વધુ સુરક્ષિત અને શાંતિપૂર્ણ બનાવવા માટે લાવવામાં આવી છે. Airtel XSafe એ કંપનીની એક સેવા છે, જેના હેઠળ Airtel યુઝર્સ 99 રૂપિયા એક મહિના અથવા 999 રૂપિયા એક વર્ષના ખર્ચે તેનો ઉપયોગ કરી શકે છે. Airtel XSafe ના તમામ કેમેરામાં Wi-Fi સપોર્ટ છે. જેના કારણે ફાઈબર બ્રોડબેન્ડ કનેક્શનની મદદથી કેમેરાને હંમેશા એક્ટિવ રાખી શકાય છે. કેમેરા 30 મીટર સુધી નાઇટ વિઝનને પણ સપોર્ટ કરે છે. કંપની દ્વારા ઓફર કરાયેલા આ કેમેરામાં એડવાન્સ કમ્પ્રેશન સાથે H.265 ફોર્મેટમાં ફોટા અને વિડીયો પણ જોવા મળે છે. કેમેરાને પ્રાઈવસી મોડની સુવિધા પણ મળે છે અને તે કોઈપણ હવામાનમાં કામ કરવા સક્ષમ છે. આ સિવાય, ઇનડોર અને આઉટડોર બંને કેમેરા માટેના વિકલ્પો છે.
કેમેરા દ્વારા કેપ્ચર કરવામાં આવેલા તમામ ડેટા, વિડીયો અને ઇમેજ (Airtel) ક્લાઉડમાં સંગ્રહિત થાય છે. જેને ગ્રાહકો તેમની મોબાઈલ એપ પરથી ગમે ત્યારે ચેક કરી શકે છે. આમાં AI અલ્ગોરિધમની મદદથી એલર્ટની સુવિધા પણ ઉપલબ્ધ છે. એકથી વધુ વ્યક્તિઓ તેમના પોતાના ઉપકરણમાંથી એકસાથે કેમેરાને એક્સેસ અને નિયંત્રિત કરી શકે છે. સ્ટીકી કેમની કિંમત 2499 રૂપિયા છે અને તે ખૂબ જ સસ્તો કેમેરા છે. આ સિવાય 360 ડિગ્રી કેમેરા 2,999 રૂપિયામાં અને એક્ટિવ ડિફેન્સ કેમરો 4,499 રૂપિયામાં ઉપલબ્ધ છે.
Tags :
Advertisement

.

×