Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સાઉથ એક્ટર કીચા સુદીપ પર ગાજ્યો અજય દેવગન, કહ્યું- તમે તમારી ફિલ્મો હિન્દીમાં કેમ રિલીઝ કરો છો?

કેટલાક સમયથી સાઉથની ફિલ્મોના અદ્ભભૂત પ્રદર્શન બાદ હિન્દી ફિલ્મોની મોટી સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે. હિન્દી કરતાં સાઉથની વધુ ફિલ્મો બોક્સ ઓફિસ પર ચાલી રહી છે.  થોડા દિવસો પહેલા, સાઉથ ઇન્ડસ્ટ્રીના અભિનેતા કિચા સુદીપે હિન્દી ભાષા વિશે મોટી ટિપ્પણી કરી હતી. તાજેતરમાં એક ઇવેન્ટમાં કિચાએ દક્ષિણની ફિલ્મોને મળી રહેલી જબરદસ્ત સફળતા વિશે કહ્યું હતું કે, હિન્દી હવે રાષ્ટ્રીય ભાષ
સાઉથ એક્ટર કીચા સુદીપ પર ગાજ્યો અજય દેવગન  કહ્યું  તમે તમારી ફિલ્મો હિન્દીમાં કેમ રિલીઝ કરો છો
Advertisement
કેટલાક સમયથી સાઉથની ફિલ્મોના અદ્ભભૂત પ્રદર્શન બાદ હિન્દી ફિલ્મોની મોટી સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે. હિન્દી કરતાં સાઉથની વધુ ફિલ્મો બોક્સ ઓફિસ પર ચાલી રહી છે.  થોડા દિવસો પહેલા, સાઉથ ઇન્ડસ્ટ્રીના અભિનેતા કિચા સુદીપે હિન્દી ભાષા વિશે મોટી ટિપ્પણી કરી હતી. 
તાજેતરમાં એક ઇવેન્ટમાં કિચાએ દક્ષિણની ફિલ્મોને મળી રહેલી જબરદસ્ત સફળતા વિશે કહ્યું હતું કે, હિન્દી હવે રાષ્ટ્રીય ભાષા નથી રહી. હવે કિચાના આ નિવેદન પર અજય દેવગનની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં તેણે કિચ્ચાને પણ ટોણો માર્યો છે. અજય દેવગને ટ્વીટ કર્યું, 'કિચ્ચા સુદીપ મારા ભાઈ જો તમારા મતે હિન્દી આપણી રાષ્ટ્રભાષા નથી તો તમે તમારી માતૃભાષાની ફિલ્મોને હિન્દીમાં ડબ કરીને શા માટે રિલીઝ કરો છો? હિન્દી આપણી માતૃભાષા અને રાષ્ટ્રભાષા હતી, છે અને હંમેશા રહેશે...જન ગણ મન.


 જાણો કીચાએ શું કહ્યું
કિચ્ચા સુદીપે આર ધ ડેડલીએસ્ટ ગેંગસ્ટર એવરની ઇવેન્ટ દરમિયાન KGF ચેપ્ટર 2 ની સફળતા વિશે વાત કરતા કહ્યું, "તમે કહ્યું હતું કે એક પેન ઇન્ડિયા ફિલ્મ કન્નડમાં બને છે. હું આમાં એક નાનો સુધારો કરવા માંગુ છું. હિન્દી હવે રાષ્ટ્રભાષા નથી. બોલિવૂડમાં હજુ પણ ભારતની ફિલ્મો બનાવી રહી છે, પરંતુ તે તમિલ અને તેલુગુમાં એટલી સારી રીતે કામ કરી રહી નથી. અમે જે પણ ફિલ્મો બનાવી રહ્યા છીએ તેને આખી દુનિયામાં પસંદ કરવામાં આવી રહી છે.કિચ્ચા હિન્દી મૂવીઝ
હવે જોઈએ કે અજય દેવગનના આ નિવેદન પર કિચ્ચા શું જવાબ આપ્યો છે. તમને જણાવી દઈએ કે કિચાએ પોતે ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે ફુંક, રન, ફુંક 2, રક્તચરિત્ર અને દબંગ 3માં કામ કર્યું છે. દબંગ 3 વર્ષ 2019માં રિલીઝ થઈ હતી જેમાં સલમાન ખાન મુખ્ય ભૂમિકામાં હતો અને કિચા વિલન તરીકે જોવા મળ્યો હતો. હવે જોવાનું છે કે કિચા આવનારા સમયમાં હિન્દી ફિલ્મોમાં કામ કરે છે કે કેમ.બીજી તરફ અજયની વાત કરીએ તો તેની ફિલ્મ રનવે 34 29 એપ્રિલે રિલીઝ થઈ રહી છે. અજયે આ ફિલ્મનું નિર્માણ અને નિર્દેશન પણ કર્યું છે. આ ફિલ્મમાં અજયની સાથે અમિતાભ બચ્ચન અને રકુલ પ્રીત સિંહ મુખ્ય ભૂમિકામાં છે.
Advertisement
Tags :
Advertisement

.

×