છત્રપતિ શિવાજી મહારાજના લૂકમાં ટ્રોલ થયો અક્ષય, લોકો બોલ્યા- આ પાત્ર ભજવવું આસાન નથી
બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારે (Akshay Kumar) આજે એટલે કે મંગળવારે માહિતી આપી હતી કે તેણે તેની મરાઠી ફિલ્મ 'વેદાત મરાઠે વીર દૌડલે સાત' (Vedat Marathe Veer Daudle Saat) નું શૂટિંગ શરૂ કરી દીધું છે. જણાવી દઈએ કે ખિલાડી કુમાર આ ફિલ્મથી મરાઠી ડેબ્યુ કરી રહ્યો છે. અભિનેતાએ આજે ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું છે. તે છત્રપતિ શિવાજી મહારાજના પાત્રમાં છે અને સિંહની જેમ ચાલતો જોવા મળે છે. તેની ચાલ અને ચહેરાના હાવભાવ જોઈનà«
Advertisement
બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારે (Akshay Kumar) આજે એટલે કે મંગળવારે માહિતી આપી હતી કે તેણે તેની મરાઠી ફિલ્મ 'વેદાત મરાઠે વીર દૌડલે સાત' (Vedat Marathe Veer Daudle Saat) નું શૂટિંગ શરૂ કરી દીધું છે. જણાવી દઈએ કે ખિલાડી કુમાર આ ફિલ્મથી મરાઠી ડેબ્યુ કરી રહ્યો છે. અભિનેતાએ આજે ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું છે. તે છત્રપતિ શિવાજી મહારાજના પાત્રમાં છે અને સિંહની જેમ ચાલતો જોવા મળે છે. તેની ચાલ અને ચહેરાના હાવભાવ જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો, તેની સિંહ જેવી ચાલ અને મોહક છબી તમારું સંપૂર્ણ ધ્યાન ખેંચશે. આ સાથે લોકો ટીઝરની પૃષ્ઠભૂમિમાં જય ભવાની જય શિવાજીના નારા લગાવી રહ્યા છે. વળી ઘણા એવા લોકો પણ છે કે, જે અશ્રયને ટ્રોલ કરી રહ્યા છે.
અક્ષયે સેટ પરના તેના પ્રથમ દિવસ વિશે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી, જેમાં તેણે છત્રપતિ શિવાજી મહારાજના ચિત્રની સામે હાથ જોડીને પોતાની તસવીર લગાવી. ટીઝર પહેલા પોસ્ટર શેર કરતા અક્ષય કુમારે લખ્યું હતું કે, "આજે હું મરાઠી ફિલ્મ 'વેદાત મરાઠે વીર દૌડલે સાત'નું શૂટિંગ શરૂ કરી રહ્યો છું, જેમાં છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિકા ભજવવા માટે હું પોતાને ભાગ્યશાળી માનું છું." હું તેમના જીવનમાંથી પ્રેરણા લઈને અને મા જીજાઉના આશીર્વાદ લઈને મારા શ્રેષ્ઠ પ્રયાસ કરીશ! આશીર્વાદ આપતા રહેજો.
અભિનેતાએ બીજી પોસ્ટ પણ શેર કરી જેમાં તેણે સેટ પર પોશાકમાં છત્રપતિ શિવાજી મહારાજ તરીકેનો પોતાનો સંપૂર્ણ ગેટ-અપ બતાવ્યો છે. ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર પોસ્ટ કરવામાં આવેલી ક્લિપમાં, અક્ષય કેમેરા તરફ ચાલતો જોઈ શકાય છે જ્યારે પૃષ્ઠભૂમિમાં 'જય શિવાજી, જય ભવાની' ના નારા સાથે એક સારું ગીત વાગી રહ્યું છે. તેણે પોતાની પોસ્ટનું કેપ્શન પણ આપ્યું છે, 'જય ભવાની, જય શિવાજી'.
Advertisement
આ એક મરાઠી ફિલ્મ હશે જેમાં અક્ષય કુમાર શિવાજી મહારાજની ભૂમિકામાં જોવા મળશે. પરંતુ ફર્સ્ટ લુક રિલીઝ થતાં જ ફરી એકવાર અક્ષય કુમારનું ટ્રોલિંગ કરવાનું શરૂ થઈ ગયું છે. જણાવી દઈએ કે 'રામ સેતુ' નું ટ્રેલર રિલીઝ થયા બાદ પણ અક્કીને ભારે ટ્રોલ કરવામાં આવ્યો હતો. હવે આવનારી ફિલ્મમાં તેનો શિવાજીનો લુક પણ ટ્રોલ થઈ રહ્યો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement


