Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સિરિયલ કિલરની શોધમાં અક્ષય કુમાર, સસ્પેન્સથી ભરેલું ટ્રેલર

અક્ષય કુમારની આગામી ફિલ્મ 'કટપુતલી'નું ટ્રેલર આજે (20 ઓગસ્ટ) રિલીઝ કરવામાં આવ્યું છે. શુક્રવારે ફિલ્મનું ટીઝર આવ્યું હતું. આ સાથે જ ફિલ્મનો અક્ષય કુમારનો ફર્સ્ટ લુક પણ સામે આવ્યો છે.'કઠપુતલી'ની વાર્તા કસૌલી શહેરની આસપાસ વણાયેલીઅક્ષય કુમારની આગામી ફિલ્મ 'કટપુતલી'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. શુક્રવારે ફિલ્મનું ટીઝર  રિલિઝ કરાયું હતું. આ સાથે જ ફિલ્મમાં અક્ષય કુમારનો ફર્સ્ટ લુક પણ સા
સિરિયલ કિલરની શોધમાં અક્ષય કુમાર  સસ્પેન્સથી ભરેલું ટ્રેલર
Advertisement
અક્ષય કુમારની આગામી ફિલ્મ 'કટપુતલી'નું ટ્રેલર આજે (20 ઓગસ્ટ) રિલીઝ કરવામાં આવ્યું છે. શુક્રવારે ફિલ્મનું ટીઝર આવ્યું હતું. આ સાથે જ ફિલ્મનો અક્ષય કુમારનો ફર્સ્ટ લુક પણ સામે આવ્યો છે.
'કઠપુતલી'ની વાર્તા કસૌલી શહેરની આસપાસ વણાયેલી
અક્ષય કુમારની આગામી ફિલ્મ 'કટપુતલી'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. શુક્રવારે ફિલ્મનું ટીઝર  રિલિઝ કરાયું હતું. આ સાથે જ ફિલ્મમાં અક્ષય કુમારનો ફર્સ્ટ લુક પણ સામે આવ્યો છે. ચાહકોને આશ્ચર્યચકિત કરીને, નિર્માતાઓએ આ જ દિવસે રિલીઝની તારીખની જાહેરાત કરી. 'કઠપુતલી'ની વાર્તા કસૌલી શહેરની આસપાસ વણાયેલી છે. અક્ષય કુમાર એક કોપની ભૂમિકામાં છે જે સીરીયલ કિલરની શોધમાં છે. ફિલ્મમાં રકુલ પ્રીત સિંહની પણ મહત્વની ભૂમિકા છે. 
સીરીયલ કિલર વાર્તા
લગભગ બે મિનિટના ટ્રેલરમાં, અક્ષય પોલીસની એક ટીમ સાથે છે, જેમાં સરગુન મહેતા, ચંદ્રચુર સિંહ અને ગુરપિત ખુગ્ગીનો સમાવેશ થાય છે, જે સિરિયલ કિલરનો પીછો કરે છે. હિલ સ્ટેશન કસૌલીમાં ત્રણ સ્કૂલની છોકરીઓની હત્યા કરવામાં આવી છે. અક્ષય અને તેની ટીમ પાસે હત્યાઓ શોધવા અને રોકવા માટે બે દિવસ છે.
OTT પર રિલીઝ થશે
ટ્રેલર શેર કરતા અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર લખ્યું, '3 મર્ડર, 1 સિટી, 1 પોલીસમેન અને 1 સીરિયલ કિલર. કઠપુતલી 2 સપ્ટેમ્બરે ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે.
 સાઉથ ફિલ્મની હિન્દી રિમેક
કઠપુતલીનું શૂટિંગ મસૂરીમાં થયું છે. તે સાઉથની ફિલ્મ 'રત્સાસન'ની હિન્દી રિમેક છે. આ ફિલ્મ સિનેમા હોલને બદલે સીધી OTT પર રિલીઝ કરવામાં આવી રહી છે. ફિલ્મ રણજીત એમ તિવારી દ્વારા નિર્દેશિત છે.
Tags :
Advertisement

.

×