Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

નૂપુરની વાંધાજનક ટિપ્પણી બાદ અલકાયદાએ દેશના પ્રમુખ રાજ્યોમાં આત્મઘાતી હુમલાની આપી ચેતવણી

ભાજપના એક પ્રવક્તાએ ઇસ્લામના અંતિમ પૈગંબર મોહમ્મદ પર વાંધાજનક ટિપ્પણી કરી ત્યારથી તેઓ મુશ્કેલીઓમાં આવી ગયા છે. ભાજપના પ્રવક્તા નૂપુર શર્માએ લગભગ દસ દિવસ પહેલા એક ભારતીય ટીવી ચેનલમાં આયોજિત ડિબેટમાં આ ટિપ્પણી કરી હતી. તેમની ટિપ્પણી પર ભારતીય મુસ્લિમો અને દુનિયાભરમાંથી 15 જેટલા દેશોએ વાંધો ઉઠાવ્યો હતો. જે પછી હવે સમાચાર મળી રહ્યા છે કે, અલકાયદા આ ટિપ્પણીથી ભારતમાં હુમલો કરવાની
નૂપુરની વાંધાજનક ટિપ્પણી બાદ અલકાયદાએ દેશના પ્રમુખ રાજ્યોમાં આત્મઘાતી હુમલાની આપી ચેતવણી
Advertisement
ભાજપના એક પ્રવક્તાએ ઇસ્લામના અંતિમ પૈગંબર મોહમ્મદ પર વાંધાજનક ટિપ્પણી કરી ત્યારથી તેઓ મુશ્કેલીઓમાં આવી ગયા છે. ભાજપના પ્રવક્તા નૂપુર શર્માએ લગભગ દસ દિવસ પહેલા એક ભારતીય ટીવી ચેનલમાં આયોજિત ડિબેટમાં આ ટિપ્પણી કરી હતી. તેમની ટિપ્પણી પર ભારતીય મુસ્લિમો અને દુનિયાભરમાંથી 15 જેટલા દેશોએ વાંધો ઉઠાવ્યો હતો. જે પછી હવે સમાચાર મળી રહ્યા છે કે, અલકાયદા આ ટિપ્પણીથી ભારતમાં હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. 
છેલ્લા ઘણા દિવસોથી એક સમાચાર સતત પ્રસારિત થઇ રહ્યા છે, જેમા કહેવામાં આવી રહ્યું છે કે, ભાજપના પ્રવક્તા રહી ચુકેલા નૂપુર શર્માએ ઇસ્લામના અંતિમ પૈગંબર મોહમ્મદ પર વાંધાજનક ટિપ્પણી કરી હતી તે પછી દુનિયાભરના મુસ્લિમ દેશોમાંથી 15 જેટલા દેશ ભારતથી નારાજ થઇ ગયા છે. હવે સમય એવો આવી ગયો છે કે, આ સમગ્ર વિવાદમાં અલકાયદાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી ભારત પર હુમલાની તૈયારી કરી દીધી છે. આતંકવાદી જૂથે સોશિયલ મીડિયા પર એક પત્રમાં હિન્દુઓ પર હુમલાની ધમકી આપી છે. પત્રમાં આતંકવાદી જૂથે આત્મઘાતી હુમલામાં પ્રોફેટ મોહમ્મદ વિરુદ્ધ બોલનાર દરેક વ્યક્તિને મારી નાખવાની ધમકી આપી છે. અલ-કાયદાએ હિંદુઓ પર આતંકવાદી હોવાનો આરોપ મૂક્યો છે. 

આતંકવાદી સંગઠને ધમકીભર્યા સ્વરમાં કહ્યું કે, ભાજપના પ્રવક્તાએ ટીવી પર ઈસ્લામ અને પૈગંબર મોહમ્મદનું અપમાન કર્યું છે. અલકાયદાએ દેશના પ્રમુખ રાજ્યોમાં ખાસ કરીને દિલ્હી, મુંબઈ, ગુજરાત અને યુપીમાં આત્મઘાતી હુમલો કરવાનું કહ્યું છે. પત્રમાં, અલ-કાયદાએ કહ્યું કે, તેઓ અન્ય લોકોને તેમના માટે લડવા અને તેમના પૈગંબરનું અપમાન કરનારાઓને મારી નાખવા માટે કહેશે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, "જે લોકો અમારા પૈગંબર વિશે બોલે છે, તેમને વિસ્ફોટથી ઉડાવવા માટે અમે અમારા વધુ બાળકોના શરીર પર બોમ્બ બાંધીશું." આતંકવાદી જૂથે પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે, "ભગવા આતંકવાદીઓએ હવે દિલ્હી, મુંબઈ, યુપી અને ગુજરાતમાં તેમના અંતની રાહ જોવી પડશે. આવા લોકો ન તો તેમના ઘરમાં સુરક્ષિત રહી શકશે અને ન તો તેમની સેના તેમની સુરક્ષા કરી શકશે." 
નોંધપાત્ર રીતે, ભાજપે રવિવારે પક્ષના પ્રવક્તા નૂપુર શર્માને પૈગંબર મોહમ્મદ વિશેની વિવાદાસ્પદ ટિપ્પણી માટે 6 વર્ષ માટે પ્રાથમિક સભ્યપદમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. નવીન કુમાર જિંદાલને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. નવીન કુમાર જિંદાલ દિલ્હી ભાજપના મીડિયા હેડ હતા. આ મામલો ત્યારે શરૂ થયો જ્યારે નૂપુર શર્માએ 27 મેના રોજ એક ખાનગી ચેનલની ડિબેટમાં ભાગ લીધો હતો. આ દરમિયાન જ્ઞાનવાપી મસ્જિદના વિવાદની ચર્ચા થઈ રહી હતી.
Advertisement
Tags :
Advertisement

.

×