Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આલિયા ભટ્ટે આખરે બતાવ્યું બેબી બમ્પ, પતિ રણબીર કપૂર સાથે આ અંદાજમાં જોવા મળી હતી

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આજે ફિલ્મ બ્રહ્માસ્ત્રના પ્રમોશન માટે  એક સાથે પહોંચ્યા હતા. રસપ્રદ વાત એ છે કે, આજે અભિનેત્રી તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી, જેને તે અત્યાર સુધી પોતાના ડ્રેસમાં છુપાવતી હતી. આજે  એક પ્રોડ્યૂસર તરીકે પોતાની પહેલી ઓ.ટી.ટી ફિલ્મ ડાર્લિંગની રિલીઝ બાદ આલિયા ભટ્ટ તેની અને રણબીર સાથેની પહેલી ફિલ્મ બ્રહ્માસ્ત્રના પ્રમોશન માટે પહોંચી હતી. આલિયા બà«
આલિયા ભટ્ટે આખરે બતાવ્યું બેબી બમ્પ  પતિ રણબીર કપૂર સાથે આ અંદાજમાં જોવા મળી હતી
Advertisement
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આજે ફિલ્મ બ્રહ્માસ્ત્રના પ્રમોશન માટે  એક સાથે પહોંચ્યા હતા. રસપ્રદ વાત એ છે કે, આજે અભિનેત્રી તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી, જેને તે અત્યાર સુધી પોતાના ડ્રેસમાં છુપાવતી હતી. આજે  એક પ્રોડ્યૂસર તરીકે પોતાની પહેલી ઓ.ટી.ટી ફિલ્મ ડાર્લિંગની રિલીઝ બાદ આલિયા ભટ્ટ તેની અને રણબીર સાથેની પહેલી ફિલ્મ બ્રહ્માસ્ત્રના પ્રમોશન માટે પહોંચી હતી. 

આલિયા બેબી બમ્પ પણ ફ્લોન્ટ કરતી જોવા મળી
આ દરમિયાન આલિયા પતિ રણબીર કપૂર અને ફિલ્મના ડિરેક્ટર અયાન મુખર્જી પણ સાથે હતા. ખાસ વાત એ છે કે આ વખતના ફોટોશૂટમાં આલિયા બેબી બમ્પ પણ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. ખરેખર, અત્યાર સુધી ડાર્લિંગ્સના પ્રમોશન દરમિયાન આલિયાએ એવા કપડા પહેર્યા હતા કે તેનો બેબી બમ્પ દેખાતો ન હતો. ડ્રેસ હોય કે સૂટ, આલિયાએ છેલ્લાં કેટલાક સમયથી જાહેરમાં ઢીલા કપડા પહેરતી જોવા મળતી હતી. પરંતુ આજે જ્યારે તે રણબીર સાથે જોવા મળી ત્યારે તેનો બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. આલિયાએ આ પ્રમોશન ઇવેન્ટમાં બ્રાઉન કલરનો ડ્રેસ પહેર્યો છે. બીજી તરફ રણબીર બ્લેક શર્ટ અને બ્લેક ટ્રાઉઝરમાં શાનદાર લાગતો હતો. પહેલા આલિયાએ એકલામાં ફોટોશૂટ કરાવ્યું અને ત્યાર બાદ તેણે રણવીર સાથે ફોટોશૂટ કરાવ્યું. 

 કેરીંગ હસબન્ડ તરીકે દેખાયો રણબીર 
ફોટોશૂટ પછી જ્યારે રણબીર આલિયા સાથે સીડી પરથી નીચે જઈ રહ્યો હતો ત્યારે તેણે આલિયાને સંભાળી હતી 
તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા જ્યારે આલિયાને પૂછવામાં આવ્યું કે આ સ્પેશિયલ સમયે રણબીર તેનું કેટલું ધ્યાન રાખે છે તો તેણે કહ્યું કે, જો તમે પૂછી રહ્યા છો કે  રણબીર મારા પગની માલિશ કરે છે, તો એવું નથી. પણ હા, તે એવું બધું કરે છે જેનાથી મને ખાસ ફીલ થાય. 
 
Tags :
Advertisement

.

×