Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રણબીર-આલિયાના ઘરે ગુંજી ઉઠી કિલકારી, આલિયાએ દિકરીને આપ્યો જન્મ

બોલિવૂડની ક્યૂટ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને અભિનેતા રણબીર કપૂરના ઘરે કિલકારી ગુંજી ઉઠી છે. રણબીર- આલિયા માતા-પિતા બની ગયા છે. આલિયાએ દીકરીને જન્મ આપ્યો છે. દિકરીના આગમનથી  કપૂર અને ભટ્ટ બન્ને પરિવારોમાં ખુશીનો માહોલ છે. જોકે આલિયાની ડિલિવરી નોર્મલ થઇ છે કે પછી સિઝેરિયન તે વિશે કોઈ જાણકારી સામે નથી આવી.એપ્રિલમાં થયા હતા લગ્ન તમને જણાવી દઈએ કે આ વર્ષ આલિયા અને રણબીર માટે ખૂબ જ ખાસ બની રà
રણબીર આલિયાના ઘરે ગુંજી ઉઠી કિલકારી  આલિયાએ દિકરીને આપ્યો જન્મ
Advertisement
બોલિવૂડની ક્યૂટ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને અભિનેતા રણબીર કપૂરના ઘરે કિલકારી ગુંજી ઉઠી છે. રણબીર- આલિયા માતા-પિતા બની ગયા છે. આલિયાએ દીકરીને જન્મ આપ્યો છે. દિકરીના આગમનથી  કપૂર અને ભટ્ટ બન્ને પરિવારોમાં ખુશીનો માહોલ છે. જોકે આલિયાની ડિલિવરી નોર્મલ થઇ છે કે પછી સિઝેરિયન તે વિશે કોઈ જાણકારી સામે નથી આવી.
એપ્રિલમાં થયા હતા લગ્ન 
તમને જણાવી દઈએ કે આ વર્ષ આલિયા અને રણબીર માટે ખૂબ જ ખાસ બની રહ્યું છે. આ વર્ષે એપ્રિલમાં બંનેએ લગ્ન કર્યા હતા. જૂનમાં આલિયાએ પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી અને ત્યાર બાદ હવે બંને પેરેન્ટ્સ બની ગયા છે. કપલના ફેન્સ સોશિયલ મીડિયા પર ઘણા ખુશ છે અને કહી રહ્યા છે કે લક્ષ્મી ઘરે આવી ગઈ છે. દીકરીની પહેલી ઝલક જોવા માટે ચાહકો આતુર છે.
હાલ થોડો સમય બ્રેક લેશે આલિયા 
એવું કહેવામાં આવી રહ્યું હતું કે હાલ થોડો સમય આલિયા કામમાંથી બ્રેક લેશે કારણ કે તે બાળક સાથે ક્વોલિટી ટાઇમ પસાર કરવા માંગે છે. જોકે તેણે પોતે એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે રણબીર ઇચ્છે છે કે બાળકના જન્મ પછી આલિયા જલ્દી કામ પર પરત ફરે રણબીર ઇચ્છે છે કે આલિયા તેના ફેન્સને વધુ રાહ ન જોવડાવે
આલિયા-રણબીરના હાથ પર હાલ આ ફિલ્મો 
આલિયા ટૂંક સમયમાં ફિલ્મ રોકી એન્ડ રાની કી લવસ્ટોરીમાં જોવા મળશે. જેમાં તેની સાથે રણવીર સિંહ લીડ રોલમાં છે. આ ફિલ્મને કરણ જોહર ડિરેક્ટ કરી રહ્યા છે.આ સિવાય આલિયા ફિલ્મ જી લે જરામાં જોવા મળશે જેમાં તેની સાથે કેટરિના કૈફ અને પ્રિયંકા ચોપરા મુખ્ય ભૂમિકામાં હશે. રણબીરની વાત કરીએ તો તે ફિલ્મ એનિમલમાં જોવા મળશે. આ સિવાય તે લવ રંજનની ફિલ્મમાં પણ જોવા મળશે અને તેમાં શ્રદ્ધા કપૂર લીડ રોલમાં હશે.
Tags :
Advertisement

.

×