આલિયા ભટ્ટ-રણબીર કપૂરની વેડિંગ ડેટ ફાઈનલ! આ દિવસે લેેશે સાત ફેરાં
જો મિડિયા રિપોર્ટનું માનીએ તો રણબીર આલિયા ભટ્ટ્ એપ્રિલના બીજા સપ્તાહમાં લગ્ન કરી શકે છે. કપૂર અને ભટ્ટ પરિવારના નજીકના સૂત્રોની વાત માનવામાં આવે તો હાલમાં આલિયાના નાના એન. રાજદાનની તબિયત સારી નથી તેથી લગ્ન જલ્દી કરવા માંગે છે. રિપોર્ટની માનીએ તો રણબીર અને આલિયા, એપ્રિલ બીજા સપ્તાહમાં લગ્ન કરશે. જલ્દી લગ્નનું આ છે કારણ રણબીર કપૂર તથા આલિયા ભટ્ટ બોલિવૂડના મોસ્ટ ફેવરિટ કપલમાંથી
Advertisement
જો મિડિયા રિપોર્ટનું માનીએ તો રણબીર આલિયા ભટ્ટ્ એપ્રિલના બીજા સપ્તાહમાં લગ્ન કરી શકે છે. કપૂર અને ભટ્ટ પરિવારના નજીકના સૂત્રોની વાત માનવામાં આવે તો હાલમાં આલિયાના નાના એન. રાજદાનની તબિયત સારી નથી તેથી લગ્ન જલ્દી કરવા માંગે છે. રિપોર્ટની માનીએ તો રણબીર અને આલિયા, એપ્રિલ બીજા સપ્તાહમાં લગ્ન કરશે.
જલ્દી લગ્નનું આ છે કારણ
રણબીર કપૂર તથા આલિયા ભટ્ટ બોલિવૂડના મોસ્ટ ફેવરિટ કપલમાંથી એક છે. તેમના લગ્નની ચર્ચા અવાર-નવાર થતી હોય છે. વચ્ચે એવી ચર્ચા હતી કે રણબીર તથા આલિયા એપ્રિલમાં સગાઈ કરશે અને ડિસેમ્બરમાં લગ્ન કરશે. જોકે, બંને એપ્રિલમાં સગાઈ નહી, પણ લગ્ન કરવાના છે અને બંન્ને પરિવારે લગ્નની તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.
લગ્નનું વેન્યૂ પણ ફિક્સ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રણબીર તથા આલિયા આ જ મહિને લગ્ન કરવાના છે. લગ્ન સ્થળ પણ નક્કી કરી દેવામાં આવ્યું છે. રણબીર તથા આલિયા લૅવિશ હોટલમાં લગ્ન નથી કરવાના, પરંતુ કપૂર પરિવારના પૈતૃક ઘરમાં લગ્ન કરવાના છે. ચેમ્બુર સ્થિત આવેલા RK (રાજ કપૂર) હાઉસમાં ફેરા ફરશે. રણબીર કપૂરે જ આ ઘરમાં લગ્ન કરવાનું નક્કી કર્યું છે. ઉલ્લેખનીય છે કે રણબીરના પેરેન્ટ્સ રિશી કપૂર તથા નીતુ સિંહે 1980માં 20 જાન્યુઆરીના રોજ આ ઘરમાં લગ્ન કર્યા હતા.


