Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શો સ્ટોપર

રેમ્પ પર આલિયાની એન્ટ્રી થઈ. કાયમની જેમ ટૂંકા વસ્ત્રોને બદલે આજે એણે લોંગ ગાઉન પહેર્યું હતું.'કાયા કામણગારી નથી એની, કોમ્પ્રોમાઈઝ કરીને કાઉચ પસંદ કર્યું હશે એટલે શો સ્ટોપર બની!' ઓડિયન્સમાંથી ગણગણાટ સંભળાયો.મદમસ્ત કેટ વોક કરતી આલિયાનું ગાઉન ઢળી પડ્યું. નિર્વસ્ત્ર થયાની શરમ કરતાં શરીર પરનાં ચકામાં દેખાઈ જવાથી એને વધું સંકોચ થયો. કેમેરાની ફ્લેશ અને બુમાબુમ બમણી થવાં લાગી.વોર્ડરોàª
શો સ્ટોપર
Advertisement
રેમ્પ પર આલિયાની એન્ટ્રી થઈ. કાયમની જેમ ટૂંકા વસ્ત્રોને બદલે આજે એણે લોંગ ગાઉન પહેર્યું હતું.
"કાયા કામણગારી નથી એની, કોમ્પ્રોમાઈઝ કરીને કાઉચ પસંદ કર્યું હશે એટલે શો સ્ટોપર બની!" ઓડિયન્સમાંથી ગણગણાટ સંભળાયો.
મદમસ્ત કેટ વોક કરતી આલિયાનું ગાઉન ઢળી પડ્યું. નિર્વસ્ત્ર થયાની શરમ કરતાં શરીર પરનાં ચકામાં દેખાઈ જવાથી એને વધું સંકોચ થયો. કેમેરાની ફ્લેશ અને બુમાબુમ બમણી થવાં લાગી.
વોર્ડરોબ માલફંક્શનની સફળતા મેળવી આયોજકે વધુ એક શોની જાહેરાત કરી!
Tags :
Advertisement

.

×