Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આજથી SCO શિખર સંમેલન, PM MODI સાથે રાષ્ટ્રપતિ પુતિનની મંત્રણા પર સૌની નજર

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી આજે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) શિખર બેઠકમાં ભાગ લેવા ઉઝબેકિસ્તાન જશે. આ સંમેલનમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી રશીયન રાષ્ટ્રપતિ વ્હાદીમીર પુતિન સાથે મુલાકાત કરશે. બંને નેતાઓની મુલાકાત પર અમેરિકાની પણ નજર રહી છે. પીએમ મોદી આજે સાંજે ઉઝબેકિસ્તાન પહોંચવાની શક્યતા છે. કોવિડ પ્રકોપ બાદ પહેલીવાર નેતાઓ એકબીજાને મળશે. રશીયન રાષ્ટ્રપતિ પુતિન સાથે à
આજથી sco શિખર સંમેલન  pm modi સાથે રાષ્ટ્રપતિ પુતિનની મંત્રણા પર સૌની નજર
Advertisement
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી આજે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) શિખર બેઠકમાં ભાગ લેવા ઉઝબેકિસ્તાન જશે. આ સંમેલનમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી રશીયન રાષ્ટ્રપતિ વ્હાદીમીર પુતિન સાથે મુલાકાત કરશે. બંને નેતાઓની મુલાકાત પર અમેરિકાની પણ નજર રહી છે. 
પીએમ મોદી આજે સાંજે ઉઝબેકિસ્તાન પહોંચવાની શક્યતા છે. કોવિડ પ્રકોપ બાદ પહેલીવાર નેતાઓ એકબીજાને મળશે. રશીયન રાષ્ટ્રપતિ પુતિન સાથે વડાપ્રધાનની દ્વી પક્ષીય મંત્રણાની જાહેરાત થઇ છે પણ ચીન અને પાકિસ્તાન સાથે કોઇ પણ પ્રકારની વાતચીત થશે નહીં તેમ જાણવા મળે છે. 
જો કે સંમેલન દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગ સાથે અલગથી બેઠક યોજાશે કે કેમ તે વિશે હજું ભારે સસ્પેન્સ જોવા મળી રહ્યું છે. 
એસસીઓ સંમેલન 15 અને 16 તારીખે ઉઝબેકિસ્તાનના સમરકંદમાં યોજાવા જઇ રહ્યું છે. ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શવક્ત મિર્જીયોયેવના આમંત્રણ પર વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી એસસીઓના રાષ્ટ્રપ્રમુખોના સંમેલનમાં હાજરી આપવા સમરકંદ પહોંચશે. સમરકંદમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ઉપરાંત અન્ય નેતાઓના સ્વાગત માટે ભવ્ય તૈયારી કરવામાં આવી છે. 
એસસીઓ સંમેલનમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી રશિયન રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન સાથે મુલાકાત કરશે. રાષ્ટ્રપતિ પુતિન અને પીએમશ્રી મોદી અલગથી પણ મુલાકાત કરી શકે છે. 
2019માં એસસીઓ સંમેલન કિર્ગીસ્તાનમાં યોજાયુ હતું જ્યાં પણ વડાપ્રધાનશ્રી મોદી અને રાષ્ટ્રપતિ પુતિન મળ્યા હતા. 
Tags :
Advertisement

.

×