Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કાળી દ્રાક્ષ ખાવા માત્રથી મટવા લાગશે આ બધી રોજિંદા જીવનની હઠીલી તકલીફો

કાળી દ્રાક્ષ ખાવાથી મળતા ચોંકાવનારા ફાયદાકાળી દ્રાક્ષમાં  પ્રચૂર માત્રામાં પોષકતત્ત્વો રહેલા હોય છે. ઉપરાંત નિયમિત સેવન કરવાથી કેટલીક બીમારીને પણ દૂર રાખી શકાય  છે.આ ઉપરાંત દ્રાક્ષમાં ફાઈબર, પ્રોટીન, પોટેશિયમ લૌહ, ફોલેટ, વિટામીન એ,બી-ટુ, સી  પ્રચૂર માત્રામાં હોય છે. કાળી  દ્રાક્ષમાં  મોટા પ્રમાણમાં  વિટામીન સી અને ઈ હોય છે.જેનાથી ત્વચા સુંદર બને છે. નિયમિત સેવન કરવાથી માઈગ્રેનà
કાળી દ્રાક્ષ ખાવા માત્રથી મટવા લાગશે આ બધી રોજિંદા જીવનની હઠીલી તકલીફો
Advertisement

કાળી દ્રાક્ષ ખાવાથી મળતા ચોંકાવનારા ફાયદા

Advertisement

  • કાળી દ્રાક્ષમાં  પ્રચૂર માત્રામાં પોષકતત્ત્વો રહેલા હોય છે. ઉપરાંત નિયમિત સેવન કરવાથી કેટલીક બીમારીને પણ દૂર રાખી શકાય  છે.
  • આ ઉપરાંત દ્રાક્ષમાં ફાઈબર, પ્રોટીન, પોટેશિયમ લૌહ, ફોલેટ, વિટામીન એ,બી-ટુ, સી  પ્રચૂર માત્રામાં હોય છે. 
  • કાળી  દ્રાક્ષમાં  મોટા પ્રમાણમાં  વિટામીન સી અને ઈ હોય છે.
  • જેનાથી ત્વચા સુંદર બને છે. 
  • નિયમિત સેવન કરવાથી માઈગ્રેનના દુખાવામાં પણ રાહત મળે  છે.
  • અલ્ઝાઈમરના  રોગમાં પણ રાહત અપાવે છે.
  • કાળી દ્રાક્ષનું સેવન કરવાથી એકાગ્રતા અને યાદશક્તિમાં વધારો થાય છે. 
  • કાળી દ્રાક્ષ વજન પણ નિયંત્રણમાં રાખે છે. 
Advertisement

  • એમાં એન્ટિ ઓક્સીડન્ટનું પ્રમાણ રહેલું હોય છે. જે શરીરમાંથી બિનજરૃરી ઝેરી તત્ત્વોને દૂર કરે છે અને સ્વસ્થ   રાખે છે. ઉપરાંત એમાં કેલેરીનું  પ્રમાણ  પણ નહીંવત્  હોય છે. 
  • કાળી દ્રાક્ષનું સેવન કરવાથી ડાયાબિટીસના રોગમાં રાહત મળે છે. 
  • તેમાં ફાઈબર હોવાથી પાચનતંત્રને સ્વસ્થ રાખે છે.
  • કેન્સર  જેવી બીમારીમાં પણ કાળી દ્રાક્ષ ઉપયોગી છે. 
  • કાળી દ્રાક્ષના રસમાં બે ચમચી મધ મીક્સ કરીને એનું સેવન કરવાથી રક્તમાં વૃધ્ધિ થાય છે.
  • કાળી દ્રાક્ષમાં નમક અને મરી નાખીને ખાવાથી કબજિયાત પણ દૂર થાય  છે.
  • દ્રાક્ષના રસના કોગળા કરવાથી મોઢામાં પડેલા ચાંદામાં રાહત મળે  છે.
  • ૧૫  થી ૨૦ કાળી દ્રાક્ષને રાત્રે પલાળીને સવારે ખાવાથી પેટની ગરમી દૂર થાય છે. અને બ્લડ પ્રેશર નિયંત્રણમાં  રહે  છે.
  • આકરી  ગરમીમાં  બહાર જતા પહેલા દ્રાક્ષ કે એના જ્યૂસનું સેવન કરવાથી શરીરમાં તાજગી જળવાઈ રહે  છે.
  • દ્રાક્ષનું સેવન કરવાથી આંખો પણ સ્વસ્થ રહે છે અને મોતિયા જેવી બીમારીથી પણ રાહત મળી શકે છે.
  • દ્રાક્ષમાં  ગ્લુકોઝ, મેગ્નેશિયમ અને સાઈટ્રિક એસિડ જેવા પણ પોષક તત્ત્વો હોય છે, જે ટી.બી, કેન્સર, બી.પી.  , બ્લડ ઈન્ફેક્શન જેવી બીમારીમાં પણ ફાયદો  અપાવે છે. 

Tags :
Advertisement

.

×