Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Allegations against Adani Group : કંપનીના કર્મચારીઓના કાળઝાળ ગરમીમાં મંડપ બાંધીને ધરણા

Allegations against Adani Group : ગુજરાતના કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં આવેલા સાંઘીપુરમમાં અદાણી ગ્રૂપની માલિકીની સાંઘી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સિમેન્ટ પ્લાન્ટમાં હાલમાં તીવ્ર અસંતોષનું વાતાવરણ છે.
Advertisement
  • કચ્છમાં અદાણી સિમેન્ટ કંપનીના કર્મચારીઓની મેદાને-એ-જંગ!
  • કાયમી કર્મીઓને હંગામી તરીકે લેવાના નિર્ણયનો ભારે વિરોધ
  • બીજા દિવસે પણ 300 કર્મચારીઓના અદાણી કંપની સામે ધરણા

Allegations against Adani Group : ગુજરાતના કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં આવેલા સાંઘીપુરમમાં અદાણી ગ્રૂપની માલિકીની સાંઘી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સિમેન્ટ પ્લાન્ટમાં હાલમાં તીવ્ર અસંતોષનું વાતાવરણ છે. લગભગ 300 કર્મચારીઓએ કંપનીની નીતિઓ અને કથિત શોષણ સામે બે દિવસથી હડતાળ શરૂ કરી છે. કાળઝાળ ગરમીમાં મંડપ બાંધીને ધરણા કરી રહેલા આ કર્મચારીઓએ અદાણી સિમેન્ટ પર ગેરકાયદેસર છટણી, બદલી અને અયોગ્ય સંચાલનના ગંભીર આરોપો લગાવ્યા છે. આ ઘટનાએ અદાણી ગ્રૂપની કામગીરી અને કર્મચારીઓ સાથેના વ્યવહાર પર સવાલો ઉભા કર્યા છે.

હડતાળનું મુખ્ય કારણ

આ હડતાળનું મુખ્ય કારણ કંપનીનો નિર્ણય છે, જેમાં કાયમી કર્મચારીઓને હંગામી કર્મચારીઓ તરીકે રાખવાની નીતિ અપનાવવામાં આવી છે. કર્મચારીઓનું કહેવું છે કે આ નીતિ તેમની નોકરીની સુરક્ષા અને હક્કોને નબળા પાડે છે. અદાણી ગ્રૂપે 2023માં સાંઘી ઇન્ડસ્ટ્રીઝનું 5,000 કરોડ રૂપિયામાં અધિગ્રહણ કર્યું હતું, અને ત્યારથી કર્મચારીઓએ કંપનીની નવી નીતિઓથી અસંતોષ વ્યક્ત કર્યો છે. કર્મચારીઓનો દાવો છે કે કંપની દ્વારા તેમનું શોષણ કરવામાં આવે છે, અને તેમને ગેરકાયદેસર રીતે છૂટા કરવામાં આવે છે અથવા બદલી કરવામાં આવે છે, જેનો તેઓ ભારે વિરોધ કરી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો :  Kutch: અદાણીની કંપનીમાં કર્મચારીઓ પર અત્યાચાર? જાણો કેમ કર્યો હોબાળો

Advertisement

Tags :
Advertisement

.

×